108 Meter Saree Offered And Worshiped : સૂર્યદેવની આંખ માંથી આંસુનું ટીપું પડ્યુંને લોકમાતાનો જન્મ થયો. સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્ત્પત્તિને લઇને લોક વાયકાઓ 108 મીટરની સાડી અર્પણ કરી તાપી પૂજન કરાયું.
જીવન ચરિત્ર પર તૈયાર કરવામાં આવેલ સાડી
અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે. સૂર્યપુત્રી તાપી માતાને 108 મીટર લાંબી અને 16 મીટર પહોળી. ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર પર તૈયાર કરવામાં આવેલ સાડી અર્પણ કરવામાં આવી હતી. 108 કર્મકાંડી બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં સૂર્યપુત્ર તાપી નદીને આ સાડી અર્પણ કર્યા બાદ મહા-આરતી કરવામાં આવી.
બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકતવિધિ પ્રમાણે શ્લોકનું પઠન
અયોધ્યા મુકામે રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. દેશભરના લોકોમાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પગલે ઘણો ઉત્સાહ છે. ભગવાન શ્રીરામને આવકારવા સૌ કોઈ લોકો થનગની રહ્યા હતા. તેવામાં સ્માર્ટ સિટી સુરતમાં પણ શહેરીજનો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં સૂર્યપુત્રી તાપી નદીના કિનારે મહાઆરતીનું આયોજન કરાયું હતું. સુરતની વિવિધ સંસ્થાઓ અને વેપારીઓ દ્વારા સૂર્યપુત્રી તાપી નદીને 108 મીટર લાંબી અને 16 મીટર પહોળી. ભગવાન શ્રીરામના જીવન ચરિત્ર પર તૈયાર કરવામાં આવેલી ભવ્ય સાડી અર્પણ કરવામાં આવી હતી. આ સિવાય 108 કર્મકાંડી બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકતવિધિ પ્રમાણે શ્લોકનું પઠન પણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે સુરત શહેરની જનતા અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ. સીઆર પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, મેયર તેમજ ધારાસભ્યો સહિત અન્ય અગ્રણી ગણ હાજર રહેવાના હતા. જે તમામ દ્વારા સૂર્યપુત્રી તાપી નદીને ભગવાન શ્રીરામની આ સાડી અર્પણ કરવામાં આવી હતી.
108 Meter Saree Offered And Worshiped : તાપી નદીની આરતી દરરોજ સાંજે 6 વાગ્યાથી લઈ સાંજે 6.30 વાગ્યા સુધી કરવાનો નિર્ણય
સૂર્યપુત્રી તાપી નદીનું સ્થળ એક ધાર્મિક અને પવિત્ર સ્થળ ગણવામાં આવે છે. જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. ત્યારે સુરતીઓને ઉત્સાહ બે ગણો થઈ ગયો છે. જ્યાં તાપી નદીને ભગવાન શ્રીરામના જીવન ચરિત્ર પર આધારિત 108 મીટર લાંબી અને 16 મીટર પોહળી. સાડી અર્પણ કરી મહા-આરતી કરવામાં આવી. સૂર્યપુત્રી તાપી નદીની આરતી માત્ર એક દિવસ નહીં પરંતુ હવેથી દરરોજ સાંજે 6 વાગ્યાથી લઈ સાંજે 6.30 વાગ્યા સુધી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :