HomeWorldFestival108 Ambulance on Run: ઉતરાયણના દિવસ સુરત શહેર ભરમાં અકસ્માતની ઘટનાઓ...

108 Ambulance on Run: ઉતરાયણના દિવસ સુરત શહેર ભરમાં અકસ્માતની ઘટનાઓ બની, પતંગની દોરીથી 9 લોકોના ગળા કપાયા – INDIA NEWS GUJARAT

Date:

108 Ambulance on Run: બે દિવસમાં કુલ 119 અકસ્માતના કેસ નોંધાયા

9 જેટલા લોકોના ગળા પતંગની દોરીથી કપાય હતા

ઉતરાયણના દિવસ શહેર ભરમાં અકસ્માતની ઘટનાઓ બની

ઉતરાયણ જ્યા આપણા માટે મજા હોઈ છે ત્યાં બીજા માટે સજાનું કારણ બની શકે છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ સુરત શહેરમાં મકરસંક્રાંતિ પર્વ પર 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી. ઉતરાયણના બે દિવસ દરમિયાન 108 ને 175 જેટલા ઇમર્જન્સિ કોલ આવ્યા હતા જેમાંથી 9 લોકોના ગળા પતંગની દોરીથી કપાય હતા.

આખા રાજ્યમાં મકર સંક્રાતિ તહેવારના  ભંગ પાડતી અનેક ઘટનાઓ બની છે. સુરત શહેરમાં દર વર્ષ ની જેમ આએ વર્ષે પણ 108 એમ્બ્યુલન્સ ને અકસ્માતના કુલ 175 જેટલા કોલ મળ્યા હતા. જોકે ગયા વર્ષની તુલના માં આ વર્ષ વધારે અકસ્માત સર્જાયા હતા. આ પર્વ પર 108 એમ્બ્યુલન્સ દોડતી રહી હતી. જેમાં પતંગની દોરીથી ગળા કપાવાના 9 જેટલા કેસ આવેલા એંડ અકસ્માતના 119 જેટલા કેસ સામે આવ્યા હતા. આએ ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ અને સ્મીમેર સહિતની વિવિધ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

108 Ambulance on Run: 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી

108 પાસે મળતી માહિતી અનુસાર, ઇજાગ્રસ્ત થવાના અલગ અલગ કિસ્સા સામને આવ્યા હતા. જેમાં બાળકોના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. જ્યારે એક બાળક પતંગ પકડવા જતાં વીજ તાર ને અડકી જતા કરંટ લાગ્યો હતો, ત્યાં બીજી બાજુ એક બાળક પતંગ પકડવા જતા બાઈક ની અડફેટે આવતા અકસ્માત થયો હતો. એક બાળક પતંગ પકડવા જતા બાઈક ની અડફેટે આવતા અકસ્માત થયો હતો. આવી રીતે શહેર ભરમાં અલગ અલગ અકસ્માત ની ઘટનાઓ બની હતી. અને આવએ સમય પર 108 એમ્બ્યુલન્સ દેવદૂત બની નાગરિકોની જાન બચાવી હતી.

આ પણ વાંચી શકો છો:

PM on Ram Mandir: રામ મંદિર બનાવવાના આ નારા સાથે પીએમ મોદીનો સંબંધ – India News Gujarat

આ પણ વાંચી શકો છો:

Bharat Jodo Nyay Yatra: ભારત જોડો યાત્રા શરૂ, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ લીલી ઝંડી બતાવી-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories