1.70 Lakh Worth Of Goods Stolen: ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામે આવેલા કારખાનાની દીવાલ પર લગાવેલા ડ્રેનેજના પાઇપ પકડી ચોર ઇસમોએ કારખાનાની ઓફિસમાં પ્રવેશ કરી રોકડ રકમની ચોરી કરીને લઈ જવાની ઘટનામાં ઓલપાડ પોલીસે બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ચોરીની સમગ્ર ઘટના સી.સી ટીવીમાં કેદ થઇ હતી.
કારખાનામાં 1.70 લાખની માલ મત્તાની ચોરી કરી
સુરતનાં ડભોલી રોડ-વેડ રોડ ખાતે આવેલી ભૂમિ દર્શન સોસાયટીમાં રહેતા ઇલેશભાઇ પાવસીયાની ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામે આવેલ નટુજી ઇન્ડસ્ટ્રીઝમા, કેશવ ટેક્ષટાઇલ્સના કારખાનામાં ગત રાત્રીના અરસામા કારખાનાની દિવાલની ડ્રેનેજ પાઇપના સહારાથી અજાણ્યા ચોર ઇસમ ઉપર ચડી ત્રીજા માળે કારખાનાની ઓફીસમા આવેલ અને એક અજાણ્યો ચોર ઇસમ નીચે બેસી ધ્યાન રાખતો હતો. જે અજાણ્યા ત્રણ ચોર ઇસમોએ કારખાનામા ત્રીજા માળે આવેલ ઓફીસમા બારી વાટે પ્રવેશ કરી ડ્રોવરમા મુકેલ આશરે રોકડા ૧,૨૦,૦૦૦/- જે કારખાના માથી તૈયાર થયેલ કાપડ કે જે બજારમા વેચાણ કરેલ તેના ઉઘરાણીના હતા. તે તથા મેનેજરના ડ્રોવરમા રોકડા ૫૦,૦૦૦/-મુકેલ હતા જે મળી કુલ ૧,૭૦,૦૦૦/- ના મત્તાની ચોરી કરવાની ઘટનામાં ઓલપાડ પોલીસે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
1.70 Lakh Worth Of Goods Stolen: આરોપી પાઇપ પર ચડતા ઉતરતા CCTV માં કેદ
આ ચોરીની ઘટના સી.સી. ટી.વી.માં કેદ થઇ ગઈ હતી. જેને આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે,, ચોર ઇસમો CCTV માં પોતાની હરકત કેદ ના થાય એમાટે પોતાના મોઢા પર બાંધેલ કપડું કેમેરાને ઢાંકવા જતાં પણ કેમેરા માં કેદ થયા છે. ત્યારે હવે પોલીસ આ ઈસમોની ઓળખ કરીને પકડવાની તજવીજ હાથ ધરી છે.
તમે આ પણ વાચી શકો છો :
Modi on Nehru: નેહરુ અને ઈન્દિરા પર નિશાન સાધ્યું
તમે આ પણ વાચી શકો છો :