HomeGujaratસ્પાઇસજેટ વિમાન એક કલાક સુધી હવામાં ચક્કર ખાતું રહ્યું, પેસેન્જરોના જીવ અધ્ધર

સ્પાઇસજેટ વિમાન એક કલાક સુધી હવામાં ચક્કર ખાતું રહ્યું, પેસેન્જરોના જીવ અધ્ધર

Date:

અમદાવાદથી જેસલમેર જઈ રહેલાં સ્પાઇસ જેટનું વિમાન ટેક્નિકલ કારણોને લીધે એરપોર્ટના રનવે પર લેન્ડ ન કરી શક્યું. જેના કારણે સ્પાઈસજેટના મુસાફરોના જીવ તે સમયે અધ્ધર થઈ ગયાં. પાયલોટે ત્રણ વખત જુદા જુદા પ્રયાસો કર્યા તેમ છતાં લેન્ડિંગ સફળ ન થઈ અને લગભગ 1 કલાક સુધી વિમાન હવામાં જ ચક્કર મારતું રહ્યું. લગભગ 1 કલાક સુધી વિમાન હવામાં ઉડતું રહ્યું ત્યારે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. બાદમાં વિમાનને પરત અમદાવાદ લાવવામાં આવ્યું જ્યાં તેનું સફળ લેન્ડિંગ થયું. લગભગ 2 કલાક બાદ વિમાનને અન્ય પાયલટ દ્વારા જેસલમેર મોકલવામાં આવ્યા. મોડી સાંજે જેસલમેર એરપોર્ટ આખરે વિમાનનું સફળ અને સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. મુસાફરો ગભરાઈ ગયાં હતાં, અને મુસાફરો રડવા લાગ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે પ્લેન અમદાવાદથી જેસલમેર ગયું હતું.

પ્લેને એક કલાંક સુધી હવામાં લગાવ્યાં ચક્કર
લેન્ડિંગના નિષ્ફળ પ્રયાસ બાદ પ્લેને હવામાં એક કલાક ચક્કર લગાવ્યા
  • પ્લેન જેસલમેરમાં લેન્ડ ન થઈ શકતા અમદાવાદ પરત લવાયું
  • બે કલાક પછી અમદાવાદથી જેસલમેર ફરી પ્લેનને રવાના કરાયું
  •  મુસાફરો રડવા લાગ્યાં

 

 

અમદાવાદથી પ્લેન જેસલેમર માટે રવાના થયું હતું. પાયલટે જેસલમેર એરપોર્ટ પર લેન્ડિંગનો પ્રથમ પ્રયાસ કર્યો હતો, જે નિષ્ફળ ગયો, પાઈલટે બીજો પ્રયાસ કર્યો તે પણ નિષ્ફળ નિવડ્યો , ત્રીજો પ્રયાસ કર્યો તે પણ નિષ્ફળ. પ્લેને એક કલાક હવામાં ચક્કર લગાવ્યા. પ્લેનમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા, મુસાફરો રડવાં લાગ્યાં હતાં. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યાં હતાં. જોકે બાદમાં વિમાનને અમદાવાદ એરપોર્ટ પર જઈને સુરક્ષિત રીતે લેન્ડ કરાયું હતું.

મળતી માહિતી અનુસાર, સ્પાઈસજેટની SG3010 ફ્લાઈટે શનિવારે 12.05 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી જેસલમેર માટે ઉડાન ભરી હતી. જેસલમેર એરપોર્ટ પર પહોંચ્યા પછી પાઈલટે પ્લેનને સુરક્ષિત લેંન્ડિગનો પ્રયાસ કર્યો પણ તેને સફળતા ન મળતા પ્લેનને ફરી ઉપર લઈ ગયો હતો. અલગ અલગ એંગલથી પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવાની ફરી બેવાર કોશિશ કરી પણ તેને સફળતા ન મળી.  પ્લેનને ફરી અમદાવાદ લઈ જવાયું હતું અને ત્યા 2.40 વાગ્યે સુરક્ષિત લેન્ડિંગ કરાયું હતું. બે કલાક પછી ફરી ફ્લાઈટ જેસલમેર જવા રવાના થઈ હતી. અને ત્યાં 5.15 વાગ્યે સુરક્ષિત લેન્ડિંગ કરાવાયું હતું. 

પ્લેનના ત્રણવાર લેન્ડિંગના નિષ્ફળ પ્રયાસો બાદ તમામ મુસાફરો ડરી ગયા હતા. અને ખાસ કરીને મહિલા મુસાફરોની સ્થિતિ ઘણી ખરાબ હતી. જેસલમેર એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર બીએસ મીણાએ આ વાતની પુષ્ટી કરી.

SHARE

Related stories

Latest stories