લોકડાઉનની અફવાઓને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ કરી ચોખવટ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં અને સુરતમાં કોરોના બેકાબૂ બની ગયો છે. વધી રહેલાં કોરોનાના કેસને કારણે કર્ફ્યૂ અને લોકડાઉનની અફવાઓએ જોર પકડયું છે. જેને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં કોઈ લોકડાઉન થવાનું નથી, ઉપરાંત દિવસભરનો કર્ફ્યૂ પણ નથી આવવાનો, લોકોએ ગભરાવાની જરૂર નથી. અને શનિવાર-રવિવારએ મોલ-થિયેટરો બંધ રહેશે. મોલ અને થિયેટરમાં લોકો એકઠા થતાં હોવાથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સરકારે તમામ તૈયારીઓ કરી છે. વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરતાં જણાવ્યું છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી, સાથે સાથે સાવચેતી રાખવાની જરૂર છે. સરકાર દરરોજ રિવ્યૂ પણ કરે છે. દવા, ઈન્જેક્શન, ડોક્ટર આ તમામ વ્યવસ્થા પણ થઈ ગઈ છે. ધનવંતરી રથ, 104, સંજીવની, એ પણ ફરી શરૂ કર્યાં છે, એટલે જરા પણ ગભરાવાની જરૂર નથી.
કોરોના:કોઈ લોકડાઉન થવાનું નથી, દિવસભરનો કર્ફ્યૂ પણ નથી આવવાનો, લોકોએ ગભરાવાની જરૂર નથી: CM રૂપાણી
રાજ્યમાં કર્ફ્યૂ અને લોકડાઉન નહીં થાય, એવી મુખ્યમંત્રી રૂપાણીની સ્પષ્ટતા
શનિ-રવિમાં મોલ-થિયેટરોમાં લોકો એકઠા થતા હોવાથી બંધ કરાયાં