HomeFashionVijay Devarakonda And Ananya Pandey:ગુજરાતથી મુંબઈ ઇકોનોમી ક્લાસમાં સફર કરી-India News Gujarat

Vijay Devarakonda And Ananya Pandey:ગુજરાતથી મુંબઈ ઇકોનોમી ક્લાસમાં સફર કરી-India News Gujarat

Date:

Vijay Devarakonda And Ananya Pandey:ગુજરાતથી મુંબઈ ઇકોનોમી ક્લાસમાં સફર કરી-India News Gujarat

Vijay Devarakonda And Ananya Pandey: સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડા તથા અનન્યા પાંડે હાલમાં ‘લાઇગર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. બંને ભારતના વિવિધ શહેરોમાં ફરીને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. હાલમાં જ વિજય દેવરાકોંડા ગુજરાત આવ્યો હતો. વિજય દેવરાકોંડા રવિવારે (7 ઓગસ્ટ) અમદાવાદ તથા 8 ઓગસ્ટે વડોદરા આવ્યા હતા. વડોદરાથી મુંબઈની સફર વિજય દેવરાકોંડા તથા અનન્યાએ ફ્લાઇટમાં ઇકોનોમી ક્લાસની સફર કરી હતી. તેઓ સામાન્ય લોકો સાથે બેઠેલા જોવા મળ્યા હતા.

મેકર્સે બંનેના વખાણ કર્યા
વિજય તથા અનન્યાએ ઇકોનોમી ક્લાસની સફર કરતાં ફિલ્મના મેકર્સે બંનેના વખાણ કર્યા હતા. પ્રોડ્યૂસર ચાર્મી કૌરે સો.મીડિયામાં આ અંગે પોસ્ટ શૅર કરી હતી. ચાર્મીએ કહ્યું હતું, મેકર્સના એક્ટર તથા લોકોના હીરો અમારા ‘લાઇગર’ વિજય દેવરાકોંડા તથા રૉકિંગ બ્યૂટી અનન્યા પાંડે જેવા બીજા કોઈ નથી.’ આ પોસ્ટમાં ડિરેક્ટર પુરી જગન્નાથને ટૅગ કરવામાં આવ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને સ્ટાર સામાન્ય પબ્લિકની સાથે વિમાનની મુસાફરી કરે છે. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો હતો અને ચાહકોએ બંનેના વખાણ કર્યા હતા.

ગુજરાતમાં ભવ્ય સ્વાગત
‘લાઇગર’નો પ્રમોશનલ વીડિયો વાઇરલ થયો છે, આ વીડિયોમાં વિજય દેવરાકોંડા એક્ટ્રેસ અનન્યા પાંડેને ઊંચકે છે. આ વીડિયો વડોદરાનો છે. ઇવેન્ટમાં અનન્યા પાંડે ફુગ્ગાઓ હવામાં છોડતી હોય છે અને વિજય તેને મદદ કરવા માટે તેડી લે છે. વડોદરામાં બંનેનું સ્વાગત ફૂલોથી કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં વિજય દેવરાકોંડા-અનન્યા પાંડેને ફૂલોની મોટી માળા પહેરાવવામાં આવી હતી.

25 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થશે
‘લાઇગર’ ફિલ્મ 25 ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મમાં વિજય દેવરાકોંડા ઉપરાંત અનન્યા પાંડે છે. ફિલ્મને પુરી જગન્નાથે ડિરેક્ટ કરી છે. ફિલ્મ હિંદી, તમિળ, કન્નડ, મલયાલમ તથા તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે.

SHARE

Related stories

Latest stories