HomeFashion"Van Setu Consciousness Journey"/મુખ્યમંત્રી નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી આદિજાતિ બાંધવોના વિકાસને લક્ષ્યમાં...

“Van Setu Consciousness Journey”/મુખ્યમંત્રી નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી આદિજાતિ બાંધવોના વિકાસને લક્ષ્યમાં રાખીને “વન સેતુ ચેતના યાત્રા”નો પ્રારંભ કરાવશે/INDIA NEWS GUJARAT

Date:

મુખ્યમંત્રી નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી આદિજાતિ બાંધવોના વિકાસને લક્ષ્યમાં રાખીને “વન સેતુ ચેતના યાત્રા”નો પ્રારંભ કરાવશેઃ વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ

પાંચ દિવસ ચાલનારી યાત્રા ૧૩ જિલ્લાના ૫૧ તાલુકાઓમાં વસતા આદિવાસી બાંધવોને સાંકળી લેવામાં આવશેઃ

વન સેતુ ચેતના યાત્રાના માધ્યમથી છેલ્લા વર્ષોમાં આદિવાસી વિસ્તારોમાં થયેલા વિકાસના કાર્યોની સિધ્ધિઓ ઝાંખી કરાવાશેઃ

વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષથાને પત્રકાર પરિષદ યોજાઈઃ

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે તા.૧૮-૧-૨૦૨૪ ના રોજ નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી ઉમરગામથી અંબાજી આદિવાસી ક્ષેત્રને આવરી લેતી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ કરાવશે. આ અવસરે સાંસદ સી.આર.પાટીલ સહિત મંત્રીઓ, સાંસદઓ, ધારાસભ્યો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલે સુરત સરકીટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકાર આદિવાસી બાંધવોના વિકાસ થાય તે માટે પુર્ણ પ્રસાસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ કરોડોના વિકાસ કાર્યા કર્યા હતા. તાજેતરમાં આદિમજુથોના કલ્યાણ માટે પી.એમ.જનમન યોજના હેઠળ ૧૧ જેટલા લાભો મળી રહે તે માટે કાર્ય કર્યું છે.
રાજયના વન વિભાગ દ્વારા આદિજાતિ બાંધવોને સ્પર્શતી પ દિવસની “વન સેતુ ચેતના યાત્રા”ડાંગ, તાપી, સુરત, ભરુચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ ૧૩ જિલ્લાના ૫૧ તાલુકાઓમાંથી પસાર થઈને ત્રણ લાખ આદિવાસી ભાઈઓ-બહેનોને સાંકળી લેવામાં આવશે.
આ યાત્રા અંદાજિત ૧૦૦૦ કી.મીનું અંતર કાપી તા.૨૨મી જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે. વધુમાં તેમણે કહ્યું કે, આ યાત્રાના માર્ગમાં આવતા દરેક જિલ્લામાં ૧ સ્ટેજ પ્રોગ્રામ અને ૩ સ્થળોએ સ્વાગત કાર્યક્રમ, રાત્રીના સમયે ભજન સંધ્યા કાર્યક્રમ તેમજ યાત્રાના માર્ગમાં આવતા પ્રસિધ્ધ મંદીરોએ દર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રા દરમ્યાન વનસહભાગી મંડળીઓ જોડે મુલાકાત અને સંવાદ, મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત, વિશેષ સિધ્ધી પ્રાપ્ત કરનાર આદિવાસીઓનું સન્માન કરવામાં આવશે તેમજ સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન વનબંધુ યોજના હેઠળ આદિવાસી બાંધવોના થયેલા વિકાસની જાણકારી પહોચાડવામાં આવશે. ઉપરાંત તા.૨૨મીના રોજ રામમંદીર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી થનાર છે જે બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે. આ અવસરે ધારાસભ્ય સંદિપ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories