HomeFashionTeacher's Day/પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન/India News Gujarat

Teacher’s Day/પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન/India News Gujarat

Date:

પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિનઃ

શિક્ષણની જ્ઞાન ગંગોત્રીમાં નવો ઉજાસ પાથરતા મહુવાની વાઘેશ્વર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક મિલનભાઇ પટેલ

‘‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા” ચાણક્યનું વાક્યને વળગી હંમેશા પ્રયત્નશીલ બની શૈક્ષણિક કાર્ય કરતાં શિક્ષક મિલનભાઇ પટેલ

વાઘેશ્વર પ્રાથમિક શાળાને પણ સ્માર્ટ શિક્ષણ સાથે સ્માર્ટ શાળા બનાવવાનો સંકલ્પ કર્યો છેઃ આચાર્ય મિલનભાઇ પટેલ

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત શિક્ષક મિલનભાઇ પટેલે તાલુકા, જિલ્લા અને રાષ્ટ્રકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ મેળવ્યા

બાળકોમાં નાની વયે શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરીને ભારત દેશને વિશ્વ ગુરૂ બનાવવાની દિશામાં લઈ જવાનો મહત્તમ ફાળો આપી શકે તો તે શિક્ષકો છે. કહેવાય છે કે, ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકે તેમ ન હોવાથી તેમણે માતાનું સર્જન કર્યું, પરંતુ માતા પોતાના એક પરિવારની જ સંભાળ રાખી શકે તેમ હોય, વિદ્યાદાન દાન થકી બાળકનો સર્વાંગી ઉછેર કરવાની ‘મા’થી પણ વિશેષ ભૂમિકા ભજવનારા શિક્ષકને સમાજમાં ૧૦૦ માતાની સમકક્ષ દરજ્જો આપવામાં આવ્યો છે. આવા જ એક શિક્ષક કે જેઓ જ્ઞાનની સાથે ગમ્મતને જોડીને બાળકોની પ્રતિભાઓ બહાર લાવવામાં અનોખું કાર્ય કરી રહ્યા છે.
શિક્ષક મિલનભાઇ પટેલને તેમની ૨૦ વર્ષની શૈક્ષણિક કારર્કિદી દરમિયાન તાપી જિલ્લાના નિઝરની રાયગઢ તથા હાથનુર, કામરેજની ઉભેળ ગામની પ્રા.શાળામાં ફરજ બજાવી ચુકયા છે. હાલમાં મહુવા તાલુકાની વાધેશ્વર પ્રા.શાળાઓમાં ફરજ બજાવી રહ્યા છે. ફરજ દરમિયાન તેઓને તાલુકા, જિલ્લા અને રાષ્ટ્રકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તથા શ્રેષ્ઠ શાળાના અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. વિગતો જોઈએ તો ૨૦૧૭માં તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ સ્વચ્છ શાળા, જિલ્લા અને તાલુકામાં શ્રેષ્ઠ શાળા અને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, વર્ષ ૨૦૧૮માં ઇનોવેશનસેલમાં જિલ્લા કક્ષાએ ભાગીદારી, છેલ્લા ત્રણ ગુણોત્સવમાં એ+ ગ્રેડ( બાહ્યમૂલ્યાંન), જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ સ્વચ્છ શાળા, રાજયકક્ષાએ સ્વચ્છ વિધાલય પુરસ્કાર, એમ.એચ.આર.ડી. દિલ્હી દ્વારા સ્વચ્છ વિધાલય પુરસ્કાર-૨૦૧૮, શ્રેષ્ઠ એસ.એમ.સી. એવોર્ડ-૨૦૧૭/૧૮, ૨૦૨૦માં તાલુકાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ, પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર, રાજ્ય કક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર-૨૦૧૭ અને સારી કામગીરી માટે શ્રેષ્ઠ કર્મયોગી સન્માન આવા વિવિધ એવોર્ડોથી શાળાએ વિશેષ ખ્યાતી પ્રાપ્ત કરી છે. તાજેતરમાં ચિત્રકુટ પારિતોષિક એવોર્ડ પ્રાપ્ત થયો છે.
સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાઘેશ્વર ગામની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મિલનભાઇ પટેલે શાળામાં શિક્ષકના વ્યવસાય તરીકે સમયનો મહત્તમ સદ્દઉપયોગ કરીને અનેક રચનાત્મક, ક્રિયાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ થકી સમગ્ર શાળાકીય વાતાવરણને જ્ઞાન-વિજ્ઞાન, ગમ્મત-ગુલાલથી સાચા અર્થમાં ‘ભાર વગરના ભણતર’ના સૂત્રને ચરિતાર્થ કર્યું છે. પ્રાથમિક શાળામાં શિક્ષણકાર્યમાં તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા નિતનવા પ્રયોગો કરીને બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરતા
વાઘેશ્વર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મિલનભાઇ પટેલ પોતાની શૈક્ષણિક વિકાસયાત્રા વિશે વાત જણાવતા કહે છે કે, શિક્ષક બનવાના સંકલ્પ સાથે વોકેશનલ ટ્રેનિંગ કોલેજ અંકલેશ્વરમાં પી.ટી.સી.પરીક્ષા વર્ષ ૨૦૦૩માં પ્રથમ વર્ગ સાથે પાસ કરી. ત્યારબાદ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના શૈક્ષણિક સેવાની લગન અને ઉચ્ચધ્યેયની પ્રાપ્તિની અભિલાષા હુકમ મેળવી શિક્ષકના પવિત્ર વ્યવસાયની શરૂઆત તત્કાલિન સુરત જિલ્લાના નિઝર તાલુકાના મહારાષ્ટ્રની સરહદે વનરાજીથી ભરપૂર એવી રાયગઢ પ્રાથમિક શાળામાં હાજર થઇને કરી હતી. આદિવાસી વિસ્તાર અને આદિવાસી લોકબોલીથી તદ્દન અપરિચિત હોવા છતાં ધો.૧ થી ૭ના બાળકોના ઉત્કર્ષ માટે શિક્ષણકાર્ય શરૂ કર્યું. વર્ષ-૨૦0૪માં નિઝર તાલુકાની હાથનુર પ્રાથમિક શાળામાં કામ કરવાની તક મળી. ત્યારબાદ વર્ષ-૨૦૦૮માં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ઉભેળ ગામે દાધિયા ફળિયા પ્રાથમિક શાળામાં બદલી થતા આ ગામની શાળામાં શુન્ય માંથી સર્જન કરવાની શરૂઆત કરી. “મારા સ્વપ્ની શાળા” બનાવવાની નેમ સાથે આ શાળામાં શિક્ષણની જયોત પ્રગટાવી અને વર્ષો વરસ બાળકોની સંખ્યામાં પણ વધારો થતો આવ્યો છે, જે અમારી મોટી સફળતામાની એક છે હોવાનું તેઓ જણાવે છે.
શિક્ષકો, બાળકો અને વાલીઓના ત્રિવેણી સંગમથી ઉંભેળ પ્રાથમિક શાળા પ્રગતિનાં પંથે આગળ ધપી છે, એમ કહેતા તેમણે વધુમાં કહે છે કે, આ ગામમાં “મારા સ્વપ્ની શાળા” બનાવવાની નેમ પુર્ણ થઇ છે. જ્યાં એસી, ઇનવર્ટર, ઇંટરનેટ, સ્માર્ટ ક્લાસ, પેવર બ્લોક, કિચનશેડ, સી.સી.ટી.વી.કેમેરા, સ્માર્ટટીવી, સાઉન્ડ-સિસ્ટમ,વોટર કુલર, આર.ઓ.પ્લાન,
ખુરશી, ટેબલ વગેરે તમામ સુવિધા યુક્ત શાળાની નિર્માણ થયું છે. જેના થકી વર્ષ-૨૦૨૩માં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ રાજ્ય કક્ષાનો ચિત્રકુત પારિતોષિક એવોર્ડ પ્રાપ્ત થયો હતો. હાલમાં મહુવા તાલુકાના વાઘેશ્વરગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે બદલી થઇ છે, ત્યારે વાઘેશ્વર પ્રાથમિક શાળાને પણ “મારા સ્વપ્ની શાળા” બનાવવામાં માટેના સપના સેવ્યા છે. શિક્ષણની સાથે શાળાને પણ સ્માર્ટ બનાવવાના પ્રયત્ન કરી રહ્યો છું.
શિક્ષણની જ્ઞાન ગંગોત્રીમાં નવો ઉજાસ પાથરતા આચાર્યશ્રી મિલનભાઇ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણમાં નવતર પ્રયોગ મારી પસંદગીનો રાહ છે. બાળકોને હસતાં રમતાં નાટ્યીકરણ, સંવાદ, અભિનય,વેશભૂષા જેવી પ્રવૃતિઓ થકી શિક્ષણ પ્રદાન કરી રહ્યો છું, તેમણે વધુમાં કહ્યું કે,ચાણક્યનું વાક્ય ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા” જેને વળગી રહી હંમેશા પ્રયત્નશીલ બની શૈક્ષણિક કાર્ય કરતો આવ્યો છું. શાળાનો વિકાસ એજ આપણો વિકાસ સમજી લોકભાગીદારી મેળવી શાળામાં ભૌતિક સુવિધા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. શાળાની કામગીરી તાલુકા-જિલ્લાની શ્રેષ્ઠ શાળા, શાળામાં નામાંકન, હાજરી સુધારણા, આરોગ્ય પંપાસણી, રાષ્ટ્રીય પર્વોની ઉજવણી જેવાં અનેક કાર્યક્રમોને સફળ કરવા માટે મુખ્ય શિક્ષક તરીકે સતત પ્રયત્નશીલ હોવાનું તેઓ જણાવે છે.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories