HomeEntertainmentSushmita's Ex boyfriend Shared The Post:રોહમન શોલનું છલકાયું દર્દ-India News Gujarat

Sushmita’s Ex boyfriend Shared The Post:રોહમન શોલનું છલકાયું દર્દ-India News Gujarat

Date:

Sushmita’s Ex boyfriend Shared The Post:રોહમન શોલનું છલકાયું દર્દ-India News Gujarat

Sushmita’s Ex boyfriend Shared The Post: પૂર્વ IPL કમિશ્નર લલિત મોદી આજકાલ બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે, સુષ્મિતા લલિત મોદીને ડેટિંગ કરી રહી છે તે ખબર બાદ સુષ્મિતાને કોઈએ ગોલ્ડન ડીગર તો કોઈએ લાલચુ કહી દીધી છે. આ બાદ ઘણા લોકોએ રિએક્શન પણ આવ્યું હતું. હાલમાં જ રોહમન શોલે એક વીડિયો શેર કર્યો છે. જેમાં રોહમને કહ્યું છે કે, તમને કોઈ બીજું પૂર્ણ કરી શકતું નથી. તમે પોતાને જ પૂર્ણ કરી શકો છો.

પોતાને ખુશ રાખો, કોઈએ આશા ન રાખવી જોઈએ

  • રોહમને જણાવ્યું હતું કે, હું માત્ર મારા#RohmanAsking જવાબો વાંચી રહ્યો હતો, યાર મને સમજાતું નથી કે લોકો પ્રેમમાં કેમ દુઃખી કેમ હોય છે? શા માટે તમે તમારા પાર્ટનર પાસેથી વધારે અપેક્ષા રાખો છો? મારો કહેવાનો અર્થ એ છે કે, તમારા પાર્ટનરની પણ લાઈફ છે.
  • તેમની પોતા પાસે પણ ઘણી એવી વસ્તુઓ છે, ત્યારે ફક્ત પાર્ટનર ઉપર જ આધાર રાખવો જોઈએ નહીં.
  • આ બાદ રોહમને વધુમાં જણાવ્યું હતું કે, તમારે પોતે જ તમારાથી ખુશ રહેવાનું શીખવું જોઈએ, કોઈ પાસેથી આશા રાખવી જોઈએ નથી. કોઈ તમને સંપૂર્ણ કરશે નહીં.
  • મને તો એજ સમજમાં નથી આવતું કે, કોઈ તમને સંપૂર્ણ કેવી રીતે કરી શકશે. ખુબ જ સરળ છે પોતાની જાતને ખુશ રાખવું. કોઈએ તમને ખુશ રાખવા માટેનો કોન્ટ્રાકટ નથી કર્યો.

ગત વર્ષે જ રોહમન અને સુષ્મિતાનું થયું હતું બ્રેકઅપ

  • રોહમને પિંકવિલા સાથેની વાતચીતમાં દરમિયાન જણાવ્યું હતું કે, ‘તેના માટે ખુશ રહો. પ્રેમ બહુ જ સુંદર છે. મને બસ એટલી ખબર છે કે, તેમને કોઈ વ્યક્તિની પસંદગી કરી છે તો તે વ્યક્તિ તેને લાયક હશે.’
  • ગત વર્ષ ડિસેમ્બરમાં જ રોહમન અને સુષ્મિતાનું બ્રેકઅપ થયું હતું.

14 જુલાઈએ લલિત-સુષ્મિતાના સંબંધનો થયો હતો ખુલાસો

  • IPLના પૂર્વ ચેરમેન લલિત મોદીએ ટ્વિટર પર પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથે લગ્ન કરી લીધાની જાહેરાત કરી. પોતાના ટ્વીટમાં તેમને સુષ્મિતાને બેટર હાફ ગણાવી હતી.
  • જે બાદ ચર્ચા શરૂ થઈ કે બંનેએ માલદીવમાં લગ્ન કરી લીધા છે. પરંતુ તાત્કાલિક લલિત મોદીએ સ્પષ્ટતા પણ કરી કે તેઓ હજુ એક બીજાને ડેટ કરી રહ્યાં છે. ટૂંક સમયમાં જ લગ્ન પણ કરી લેશે.

એક્ટ્રેસનું બોલિવૂડ કરિયર

  • સુષ્મિતા સેન 1994માં મિસ યુનિવર્સ બની હતી. તેણે 1996માં ફિલ્મ ‘દસ્તક’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેણે ‘બીવી નંબર 1’, ‘ડૂ નોટ ડિસ્ટર્બ’, ‘મૈં હૂં ના’, ‘મૈંને પ્યાર ક્યોં કિયા’ તથા ‘તુમકો ના ભૂલ પાએંગે’ તથા ‘નો પ્રોબ્લમ’ જેવી ફિલ્મમાં એક્ટિંગ કરી છે. સુષ્મિતા છેલ્લે વેબ સિરીઝ ‘આર્યા’માં જોવા મળી હતી.

લલિત મોદી ભારતમાં IPL કેવી રીતે લાવ્યા?

  • દિલ્હીના બિઝનેસમેન પરિવારમાં જન્મેલા લલિત મોદીએ અમેરિકામાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. પછી ભારત આવ્યા હતા. ભારત આવ્યા બાદ લલિતે જોયું કે અહીંયા લોકો ક્રિકેટ માટે ગાંડા છે.
  • અમેરિકાની રમતોમાંથી પ્રેરણા લઈને લલિતે ભારતમાં IPL શરૂ કરવાનું વિચાર્યું. હિમાચલ, રાજસ્થાન તથા પંજાબ ક્રિકેટ એસોસિયેશનમાં સભ્ય બન્યા બાદ BCCIની સાથે મળીને લલિત મોદીએ IPLના પ્લાન પર કામ કર્યું હતું.
SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories