Siddharth Malhotra : કરણ જોહરના પોપ્યુલર ચેટ શો કોફી વિથ કરણ સીઝન 7માં (Koffee With Karan) ઘણા સ્ટાર્સે ભાગ લીધો છે. ડિઝની+હોટસ્ટાર પર ઘણી સેલિબ્રિટીઓએ તેમના લગ્ન સાથે જોડાયેલા રહસ્યો પણ શેર કર્યા છે. હવે આ લિસ્ટમાં વધુ એક નામ સામેલ થવા જઈ રહ્યું છે, જે છે સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhota). અર્જુન કપૂરથી લઈને અનન્યા પાંડે સુધીના સેલિબ્રિટીઓએ કરણ જોહરના સવાલોના જવાબ આપતા અનેક રહસ્યો શેર કર્યા છે. આવી પરિસ્થિતિમાં હવે આ કાઉચ પર સિદ્ધાર્થ મલ્હોત્રાની એન્ટ્રી ખૂબ જ ઈન્ટ્રેસ્ટિંગ બનવાની છે. કોફી વિથ કરણના અપકમિંગ એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે. જેમાં સિદ્ધાર્થ પોતાના લગ્ન વિશે ખુલાસો કરતો જોવા મળી રહ્યો છે. તમે પણ જુઓ આ રસપ્રદ પ્રોમો.
પ્રોમોના અપકમિંગ એપિસોડમાં તમે જોશો કે શોના હોસ્ટ કરણ જોહર અને શોમાં આવેલા વિકી કૌશલ કેવી રીતે સિદ્ધાર્થ પર તેની ગર્લફ્રેન્ડ કિયારા અડવાણી સાથેના લગ્નનું કન્ફર્મેશન કરવા માટે દબાણ કરે છે. પરંતુ સિદ્ધાર્થ મલ્હોત્રાનો પ્લાન કંઈ અલગ હતો. તેને જવાબ આપતાં કહ્યું, “હું એક ઉજ્જવળ અને સુખી ભવિષ્યની ઇચ્છા કરું છું.”
હોટસ્ટાર સ્પેશિયલ કોફી વિથ કરણ સીઝન 7 ડિઝની+ હોટસ્ટાર પર ઓન એર થઈ રહી છે, જેમાં નવી ગેમ્સ સાથે ઓલ ટાઈમ ફેવરિટ રેપિડ ફાયર રાઉન્ડ ફેન્સનું ખૂબ મનોરંજન કરે છે. લેટેસ્ટ એપિસોડનો પ્રોમો વાયરલ થયા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જોહરની મસ્તી લોકોનું કેટલું મનોરંજન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.