HomeFashionSaree Inscribed With Shree Ram: માતા સીતા માટે બનાવેલી સાડી પર 2008...

Saree Inscribed With Shree Ram: માતા સીતા માટે બનાવેલી સાડી પર 2008 વાર શ્રી રામનું નામ અને જીવન ચરિત્ર અંકિત – INDIA NEW GUJARAT

Date:

Saree Inscribed With Shree Ram: સાડી નિર્માતા દ્વારા અદભૂત સાડીનું નિર્માણ
પ્રભુશ્રીરામ ના જીવન ચરિત્રના પ્રસંગો પણ સાડી પર અંકિત

સુરતનાં સચિન જી.આઇ.ડી.સી મા આવેલ સહજાનંદ સિન્થેટિક્સ નામક કંપનીમાં 4 ભાષામાં 2008 વાર જયશ્રી રામ નામ નું નિર્માણ કર્યું હતું. તથા આએ સાડી પર રામ ચરિત માનસના અધ્યાઓનાં ચલચરિત્રનું વર્ણન પણ ચિત્ર દ્વારા આએ સાડી પર કરવા માં આવ્યું હતું. આ સાડી માતા સીતાને સમર્પિત કરવા માટે બનાવમાં આવી છે.

ત્રણ ભાષામાં 2008 વાર શ્રીરામ નામ અંકિત

સુરતના સચિન GIDC ખાતે આવેલી સહજાનંદ સિન્થેટિક્સ નામની સાડી ઉત્પાદન કંપનીમાં માતા સીતા ને સમર્પિત કરવા અનોખી સાડી બનાવામાં આવી છે. આ સાડી પર 2008 વખત શ્રી રામ નામ ત્રણ ભાષા માં લખવામાં આવ્યું છે. એટલુંજ નહીં પરંતુ પ્રભુ શ્રીરામ ના જીવન ચરિત્ર પર આધારિત કેટલાક પ્રસંગો પણ સાડી પર અંકિત કરવામાં આવ્યા છે. જેને નિહાળવા ખુદ ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ પણ પહોંચ્યા હતા. તેમણે સાડી નિર્માતા ને આ અદભૂત કલાકારી બદલ અભિનંદન આપ્યા હતા.

Saree Inscribed With Shree Ram: માતા સીતાને સમર્પિત કરવા સાડીનું નિર્માણ

જેમ-જેમ 22 જાન્યુઆરી નજીક આવી રહી છે, તેમ-તેમ દેશમાં રામ ભક્તો દ્વારા નવનીત રીતે રામ મંદિર પ્રાણ્રતિષ્ઠામાં પોતાનું યોગદાન તેમજ ભગવાન રામનાં સ્વાગત માટે કઈક નવું કરવામાં તલ્લીન દેખાઈ રહ્યા છે.

તે સમય સચિનનાં ઉધોગકાર ઉમેશ ડોબરીયા દ્વારા રામ નામ અને રામચરિત માનસની થીમ પર સાડી બનાવી આયોધ્યાં ખાતે મોકલાવવામાં આવી છે. આ સાડી પહેરવાં માટે નહિ ફક્ત રામ મંદિર પ્રાણ્રતિષ્ઠાની યાદગીરી માટે માત્ર 11 નંગ બનવામાં આવી હતી. જે માત્ર રામ મંદિરોમાં જ મોકલવામાં આવી છે. અને માતા સીતા માટે નિર્મિત આ સાડી કોઈપણ સ્ત્રી પહેરી નહીં શકે માત્ર એ શ્રીરામ મંદિરમાં માતા સીતાને અર્પિત થશે. આ વિશેષ સાડી નિર્માતા સાથે અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિ એ ખાસ વાત કરીને વિગતો જાણવાનો પ્રયાસ કર્યો હતો.

તમે આ પણ વાંચી શકો છો: 

Astrology : આજનો રવિવાર તમારા માટે ખાસ છે, જાણો તમારી રાશિ શું કહે છે : INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો: 

Delhi AQI : દિલ્હી-NCRની હવાની ગુણવત્તા સુધરી છે, પરંતુ AQI હજુ પણ ‘નબળી’ છે શ્રેણીમાં : INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories