HomeFashionRoad Safety Council Meeting/સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશ્નર અજય...

Road Safety Council Meeting/સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશ્નર અજય તોમરની અધ્યક્ષતામાં યોજાઈ/INDIA NEWS GUJARAT

Date:

સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશ્નર અજય તોમરની અધ્યક્ષતામાં યોજાઈ

વર્ષ ૨૦૨૩ દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ૯૮૫ વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરાયા

પોલીસ કમિશ્નર અજય તોમરની અધ્યક્ષતામાં સુરત પોલીસ કમિશ્નર કચેરીના કોન્ફરન્સ હોલમાં સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.


બેઠકમાં પોલીસ કમિશ્નરએ માર્ગ સલામતિ સપ્તાહની કરવામાં આવી રહેલી ઉજવણી અંતર્ગત લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ પ્રકારના સઘન કાર્યક્રમો કરવા અંગે પણ વિગતે ચર્ચા કરી હતી. સુરતમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વાહનોનું યોગ્ય જગ્યાએ પાર્કિંગ થાય તેમજ નો પાર્કિંગ એરિયામાં ન થાય તે માટે સઘન કામગીરી કરવા અને આડેધડ પાર્કિંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.


આ ઉપરાંત, રખડતા પશુઓ મામલે ચર્ચા કરતા મહાનગરપાલિકા દ્વારા આ અંગે કરવામાં આવેલી કામગીરીની વિગતે સમીક્ષા કરી હતી. મહાનગરપાલિકા દ્વારા જાન્યુઆરી માસમાં ૬૫૦ રખડતા ઢોરોને પકડવામાં આવ્યા હતા જે પૈકી ૪૦૭ પશુઓને પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા, તેમજ રૂ.૫.૬૮ લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
વધુમાં વર્ષ ૨૦૨૩ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ૯૮૫ વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરવાની કામગીરી આર.ટી.ઓ કચેરી દ્વારા કરવામાં આવી હતી જે મુદ્દાની ચર્ચા કરતા કમિશ્નરે જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ નિયમોનું પાલન થશે, માટે કામગીરીને વધુ સઘન બનાવવામાં આવે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.


આ ઉપરાંત ટ્રાફિક સિગ્નલ અપડેટ કરવા, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસો, બ્લેક સ્પોટ પર ૧૦૮ ઈમર્જન્સી સેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી તથા નર્મદ યુનિ. અને એસ.વી.એન.આઈ.ટી દ્વારા સંયુકત રીતે ટ્રાફિક નિયમન અંગે અધ્યયન કરી એક પ્રેઝન્ટેશન રજૂ કરે એ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.


બેઠકમાં ટ્રાફિકના સંયુકત પોલીસ કમિશ્નર એચ.આર.ચૌધરી, નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક, આર.ટી.ઓ અધિકારી, મનપાના કાર્યપાલક ઈજનેર, ટ્રાફિક શાખાના અધિકારીઓ, કાઉન્સિલના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories