HomeEntertainmentRanbir Kapoor :રણબીર કપૂરની ફિલ્મ 'શમશેરા' 22 જુલાઈના રોજ થિયેટરમાં રિલીઝ થઈ...

Ranbir Kapoor :રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’ 22 જુલાઈના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે-India News Gujarat

Date:

Ranbir Kapoor :રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’ 22 જુલાઈના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે-India News Gujarat

રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’ 22 જુલાઈના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. રિલીઝ પહેલાં રણબીર કપૂરે ફિલ્મની એક્ટ્રેસ વાણી કપૂર સાથે સિઝલિંગ હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. રણબીર તથા વાણીએ અલગ અલગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. વાણી કપૂર બ્લેક ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં જોવા મળી હતી.

રણબીર કપૂરે સિક્સ પેક એબ્સ ફ્લૉન્ટ કર્યા
રણબીર કપૂરે મરુન રંગનું બ્લેઝર ને પેન્ટ પહેર્યું છે. તેણે બ્લેઝરના બટન બંધ કર્યા નથી અને પોતાના સિક્સ પેક એબ્સ બતાવ્યા છે. રણબીરના હાથમાં ચશ્મા જોવા મળે છે.

યુઝર્સે આવી કમેન્ટ્સ કરી
રણબીર કપૂરને સિક્સ પેક એબ્સમાં જોઈને યુઝર્સ ખુશ થી ગયા હતા. યુઝર્સે કહ્યું હતું કે રણબીર ઘણો જ હોટ દેખાય છે. અન્ય એકે કહ્યું હતું કે ગરમી અચાનક જ વધી ગઈ. ફોટોશૂટમાં વાણી કપૂર સાથેની રણબીરની નિકટતા ઘણાં યુઝર્સને પસંદ આવી નહોતી. અનેક યુઝર્સે કહ્યું હતું કે રણબીરના તો લગ્ન થઈ ગયા છે, તેણે હવે ધ્યાન રાખવું જોઈએ.

રણબીર હવે પિતા બનશે
આલિયા ભટ્ટે થોડાં દિવસ પહેલાં જ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયા તથા રણબીરે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યાં હતાં. રણબીરના વર્કફ્રન્ટની વાત કરીએ તો ‘શમશેરા’ બાદ ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થશે. ત્યારબાદ તે ‘એનિમલ’માં જોવા મળશે. હાલમાં જ રણબીરે લવ રંજનની ફિલ્મનું શૂટિંગ સ્પેનમાં કર્યું હતું. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર છે. વાણી કપૂર ‘સર્વગુણ સંપન્ન’માં જોવા મળશે.

SHARE

Related stories

Latest stories