HomeFashionPriceless Freedom/‘મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન’/India News Gujarat

Priceless Freedom/‘મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન’/India News Gujarat

Date:

‘મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન’

પલસાણા તાલુકાના પૂણી ગામે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

માતૃભૂમિના રક્ષણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી અમૂલ્ય આઝાદી અપાવનારા વીર-વીરાંગનાઓને અંજલિ આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા તા.૯ ઓગસ્ટથી શરૂ થયેલા અભિયાન હેઠળ પલસાણા તાલુકાના પૂણી ગામ ખાતે ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી.
વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોએ ભેગા થઈ શિલાફલકમનું સમર્પણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદન હેઠળ વૃક્ષારોપણ, શહીદ સ્મૃતિ વંદના, ગામના શહીદ પરિવારોનું સન્માન કરીને વીર સ્મારકને વંદન કર્યા હતા. અંતે ધ્વજ વંદન સાથે રાષ્ટ્રગાન કરાયુ હતું.
આ પ્રસંગે ગામના અગ્રણીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઐતિહાસિક અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.

SHARE

Related stories

Latest stories