HomeEntertainmentParineeti Chopra :સ્કૂબા ડાઈવિંગ દરમિયાન સમુદ્રમાંથી પ્લાસ્ટિકનો કચરો ભેગો કર્યો-India News Gujarat

Parineeti Chopra :સ્કૂબા ડાઈવિંગ દરમિયાન સમુદ્રમાંથી પ્લાસ્ટિકનો કચરો ભેગો કર્યો-India News Gujarat

Date:

Parineeti Chopra :સ્કૂબા ડાઈવિંગ દરમિયાન સમુદ્રમાંથી પ્લાસ્ટિકનો કચરો ભેગો કર્યો-India News Gujarat

Parineeti Chopra : પરિણીતી ચોપરાએ તાજેતરમાં સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ સમુદ્રમાંથી પ્લાસ્ટિકનો કચરો અને અન્ય કચરો કાઢતી જોવા મળી રહી છે. એક્ટ્રેસે વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું. ડાઈવિંગમાં મજા આવી, પરંતુ કચરાની વિરુદ્ધ પણ મહત્ત્વની ડાઈવ પણ કરી. સમુદ્રને સાફ રાખવા માટે મારી સાથે જોડાઓ. પરિણીતી ફેસ માસ્ક સહિત અન્ય વસ્તુઓ ઉઠાવી કેમેરાની સામે બતાવી રહી છે. તેને નિરાશા વ્યક્ત કરી. તેમજ તેને સમુદ્રમાંથી નકામા કેન અને કપડાંના ટૂકડા પણ ભેગા કર્યા. ઉલ્લેખનીય છે કે પરિણીતી એક સર્ટિફાઈડ સ્કૂબા ડાઈવ ઈન્સ્ટ્રક્ટર છે. આ વીડિયો જોયા પછી ફેન્સ તેના ઘણા વખાણ કરી રહ્યા છે.

દર વર્ષે દરિયામાં 1.4 કરોડ જેટલું પ્લાસ્ટિક નાશ

  • વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું, દર વર્ષે દરિયામાં 1.4 કરોડ જેટલું પ્લાસ્ટિક નાશ થાય છે અને તેનાથી સમુદ્રી જીવોને નુકસાન થાય છે. જેમાં ડોલફિનનો સમાવેશ થાય છે. સમુદ્રને બચાવવા માટે મેં જે ભાગ ભજવ્યો તેનાથી હું ઘણી ખુશ છું.

પરિણીતીની આ પોસ્ટ પછી તેના ફેન્સે તેના વખાણ કર્યા

  • પરિણીતીની આ પોસ્ટ પછી તેના ફેન્સે તેના વખાણ કર્યા અને સમુદ્રને સાફ કરવાના અનેક પ્રયાસો માટે તેની પ્રશંસા કરી.
  • એક યુઝરે લખ્યું, તમારા પર ગર્વ છે, જ્યારે બીજા યુઝરે લખ્યું, તમે ઘણું સારું કામ કરી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું, ઘણું સારું.

એક્ટ્રેસ સમુદ્ર કિનારે બેસેલી જોવા મળી

  • એક્ટ્રેસે આ વીડિયો શનિવારે અપલોડ કર્યો હતો. તસવીરો અને વીડિયોમાં પરિણીતીએ બ્લુ અને બ્લેક સ્વિમ સૂટ પહેર્યો છે. એક્ટ્રેસ સમુદ્રની અંદર તરતી જોવા મળી રહી છે.
  • એક તસવીરમાં એક્ટ્રેસ સમુદ્ર કિનારે બેસેલી જોવા મળી રહી છે. તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પરિણીતી ટૂંક સમયમાં એનિમલમાં જોવા મળશે.
  • આ ફિલ્મમાં એક્ટ્રેસની સાથે રણબીર કપૂર જોવા મળશે. તે સિવાય એક્ટ્રેસ અનુપમ ખેર, અમિતાભ બચ્ચન અને બોમન ઈરાનીની સાથે ફિલ્મ ઉંચાઈમાં પણ જોવા મળશે.
SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Amul Milk:સારા સમાચાર! અમૂલે દૂધના ભાવ ઘટાડ્યા, નવા દરો તપાસો-India News Gujarat

Amul Milk: અમૂલે દૂધના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો...

Latest stories