HomeFashion“My Soil, My Country”/“મારી માટી, મારો દેશ” - માટીને નમન, વીરોને વંદન/India...

“My Soil, My Country”/“મારી માટી, મારો દેશ” – માટીને નમન, વીરોને વંદન/India News Gujarat

Date:

“મારી માટી, મારો દેશ” – માટીને નમન, વીરોને વંદન

માંડવી તાલુકાની વરજાખણ ગામની પ્રાથમિક શાળા ખાતે “મારી માટી, મારો દેશ” અભિયાનનો પ્રારંભ કરાવતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલઃ

“મારી માટી, મારો દેશ” અભિયાન દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત કરવા અને આઝાદીના જંગના વીર શહીદોને અંજલિ આપવાનો અવસરઃ નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલઃ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા માટે તા. ૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન “મારી માટી, મારો દેશ” અભિયાન શરૂઆત દેશભરમાં થઇ છે,ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાની વરજાખણ ગામની પ્રાથમિક શાળા ખાતે “મારી માટી, મારો દેશ” અભિયાનનો પ્રારંભ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે કરાવ્યો હતો.
આ અવસરે દંડકનું શાળાની બાળાઓએ કુમકુમ તિલક કરી કળશ સાથે સ્વાગત કર્યું હતું. શાળાની મુલાક્ત લઇ તેમણે અહીં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જણાવ્યું કે, આખા વિશ્વમાં ભારત દેશને જ ભારતમાતા તરીકે આપણે સંબોધ્યીએ છીએ.ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતમાતાની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર જવાનોની શ્રધ્ધાંજલિ માટે “મારી માટી, મારો દેશ” અભિયાન શરૂ કર્યું છે.આ અભિયાન દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત કરવા અને આઝાદીના જંગના વીર શહીદોને અંજલિ આપવાનો અવસર છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, દેશભરની ગ્રામ પંચાયતોમાંથી ૭૫૦૦ કળશમાં માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના નવીન ‘કર્તવ્ય પથ’ ઉપર મોકલાવવામાં આવશે.આ માટીથી આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃતવાટિકા બનાવીને વિરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો સંકલ્પ કેન્દ્ર સરકારે લીધો છે.આ સંકલ્પને પુરો કરવા માટે તમામ લોકોએ યથાયોગ્ય યોગદાન આપવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ અવસરે દંડકએ વરજાખણ ગામની પ્રાથમિક શાળા ખાતે શિલાફલકમનું સમર્પણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદન હેઠળ વૃક્ષારોપણ, શહીદ સ્મૃતિ વંદના અને વીર સ્મારકને વંદન કર્યા હતા. અંતે ધ્વજ વંદન સાથે રાષ્ટ્રગાન કરાયુ હતું.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગના સંયુક્ત કમિશ્નર પુષ્પાબેન નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ભરતભાઇ કે.વસાવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગીતાબેન પટેલ, નગરપાલિકા પુર્વ પ્રમુખ જગદીશભાઇ પારેખ,તાલુકા પંચાયતના પુર્વ સભ્ય દિનેશભાઇ પટેલ,ગામના સંરપચ મિનાક્ષીબેન,શાળા શિક્ષકગણ, વિદ્યાર્થીઓ સહિત આદિવાસી ભાઈઓ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories