HomeFashionDon 3:અમિતાભ બચ્ચન-શાહરુખ ખાન સાથે જોવા મળશે-India News Gujarat

Don 3:અમિતાભ બચ્ચન-શાહરુખ ખાન સાથે જોવા મળશે-India News Gujarat

Date:

Don 3:અમિતાભ બચ્ચન-શાહરુખ ખાન સાથે જોવા મળશે-India News Gujarat

Don 3: બોલિવૂડની લોકપ્રિય ફિલ્મ ‘ડૉન’નો ત્રીજા ભાગ બનાવવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન તથા શાહરુખ ખાન એક સાથે જોવા મળશે. ફરહાન અખ્તરની કંપની એક્સેલ એન્ટરટેઇનમેન્ટ સીક્વલના પ્લાનિંગમાં વ્યસ્ત છે. ફરહાન સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે.

‘ડૉન 3’ને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ જ બનાવશે

  • પ્રોડક્શન કંપનીના નિકટના સૂત્રોએ કહ્યું હતું, ‘એક્સેલ કંપનીની સૌથી નિકટ હોય તેવો એક માત્ર સબ્જેક્ટ ‘ડૉન’ છે. ટીમ છેલ્લાં કેટલાંક સમયથી ફિલ્મના ત્રીજા પાર્ટ અંગે વિચારે છે
  •  પરંતુ સારી સ્ક્રિપ્ટ ના હોવાથી તેના પર કામ થતું નહોતું. હવે ટીમને સારો સબ્જેક્ટ મળી ગયો છે.’

રણવીર સિંહ પણ લિસ્ટમાં

  • સૂત્રોના મતે, ‘ફરહાને ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાની શરૂ કરી દીધી છે. આ વખત અલગ તથા કમાલનો આઇડિયા છે. એકવાર સ્ક્રીનપ્લે લૉક થઈ જાય પછી શાહરુખ ખાનને વાર્તા સંભળાવશે.
  • રણવીર સિંહ પણ મેકર્સની યાદીમાં છે, પરંતુ મેકર્સ ઈચ્છે છે કે ફિલ્મમાં શાહરુખ-અમિતાભ સાથે કામ કરે.’

ઓરિજિનલ ‘ડૉન’ની સ્ક્રિપ્ટ પર કોઈ ફિલ્મ બનાવવા તૈયાર નહોતું

  • ચંદ્ર બારોટના ડિરેક્શનમાં બનેલી ‘ડૉન’ 1978માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અમિતાભ ઉપરાંત ઝિન્નત અમાન, પ્રાણ મહત્ત્વના રોલમાં હતા.
  • આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ડબલ રોલમાં હોય છે. ચંદ્ર બારોટ પહેલાં કોઈ પણ ડિરેક્ટર સલીમ-જાવેદની આ સ્ક્રિપ્ટ પર ફિલ્મ બનાવવા તૈયાર નહોતા.
SHARE

Related stories

Latest stories