HomeFashionCPR Training/નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી શિક્ષકો માટે સીપીઆર ટ્રેનિંગ અભિયાનનો શુભારંભ/INDIA NEWS...

CPR Training/નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી શિક્ષકો માટે સીપીઆર ટ્રેનિંગ અભિયાનનો શુભારંભ/INDIA NEWS GUJARAT

Date:

નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી શિક્ષકો માટે સીપીઆર ટ્રેનિંગ અભિયાનનો શુભારંભ

 મૂલ્યવાન જીવન બચાવવા શિક્ષકો મદદરૂપ બને તે આશય: વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

સિવિલ હોસ્પિટલ ખાતે સુરત જિલ્લાના શાળા-કોલેજના ૨૪૦૦થી વધુ શિક્ષકોને સીપીઆરની તાલીમ અપાઈ

નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ હોલ ખાતે શિક્ષકો માટે સીપીઆર ટ્રેનિંગ અભિયાનમાં વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાના શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે સુરત જિલ્લાના શાળા-કોલેજના ૨૪૦૦થી વધુ શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવી.
આ અવસરે શિક્ષણના સાચા કર્મયોગી શિક્ષકોને સંબોધતા વન મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,હ્દય હુમલાના દર્દીઓના જીવ બચાવવા સીપીઆર (કાર્ડિયો પલમોનરી રિસસ્ટિકેશન)ની તાલીમ મેળવવી ખૂબ જરૂરી છે. ત્યારે શિક્ષક સમાજ અને રાષ્ટ્રના ઘડવૈયા છે. માતા બાળકને જન્મ આપે છે પરંતુ જીવન જીવતાં શીખવવાનું કાર્ય શિક્ષકો જ કરે છે. આમ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ સીપીઆરની તાલીમ આપવામાં આવે તો આવનાર સમયમાં ઘર ઘર સુધી આ તાલીમ પહોંચશે. એટલે ડોક્ટર સેલ, આરોગ્ય વિભાગ, શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી. મૂલ્યવાન જીવન બચાવવા શિક્ષકો મદદરૂપ બને તે આશય સાથે સીપીઆર તાલીમ દરેક નાગરિકોએ તાલીમ બધ્ધ થવું જોઈએ અને સીપીઆર તાલીમ હદય રોગના હુમલા માટે અતિ મહત્વની ભૂમિકા ભજવશે એમ મંત્રીએ જણાવ્યું હતું.


આ અવસરે પૂર્વ મેયર નિરંજનભાઈ ઝાંઝમેરા, ડોક્ટર સેલના પ્રમુખ ડો. વિરેન્દ્ર મહિડા, ઉપપ્રમુખ ડોક્ટર સેલના ડો.ચેતનભાઈ પટેલ, ડીઈઓ, તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકર, RMO ડો. કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નર્સિંગ કોલેજ પ્રોફેસર કિરણભાઈ ડોમડીયા, ડોક્ટર સેલમાં કેતનભાઈ પટેલ ઉપાધ્યક્ષ ડો.પ્રિયંકા સોલંકી, સિન્ડિકેટ મેમ્બર ડો.પારૂલ વડગામા, આઈટી સેલના વિજય રાદડીયા, જિલ્લા સંગઠનના મહામંત્રી કિશનભાઈ પટેલ, ભદ્રેશભાઈ પટેલ, એનેથેસિયાની ટીમ અને સિવિલ હોસ્પિટલની ટીમ સહિત સુરત જિલ્લાના વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો તાલીમમાં ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories