HomeEntertainmentAllu Arjun's Behavior:ફૅન્સને આઘાત લાગ્યો, બોલ્યા- આટલો એટિટ્યૂડ રાખવાનું કારણ શું?-India News...

Allu Arjun’s Behavior:ફૅન્સને આઘાત લાગ્યો, બોલ્યા- આટલો એટિટ્યૂડ રાખવાનું કારણ શું?-India News Gujarat

Date:

Allu Arjun’s Behavior:ફૅન્સને આઘાત લાગ્યો, બોલ્યા- આટલો એટિટ્યૂડ રાખવાનું કારણ શું?-India News Gujarat

Allu Arjun’s Behavior: સાઉથ ફિલ્મ ‘પુષ્પા’ ફૅમ અલ્લુ અર્જુનનો એક વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં અલ્લુ અર્જુન પરિવાર સાથે મુંબઈની રેસ્ટોરાંમાંથી બહાર નીકળે છે. ચાહકો અલ્લુ અર્જુનને જોઈને એકદમ ખુશ થઈ જાય છે. કેટલાંક ચાહકો એક્ટર સાથે ફોટો ક્લિક કરાવવા માગતા હતા. ફોટોગ્રાફર્સ પણ આવ્યા હતા. જોકે, અર્જુને ના તો ચાહકો તરફ જોયું કે ના તો ફોટોગ્રાફર્સ તરફ નજર કરી અને સીધો કારમાં જઈને બેસી ગયો હતો.

ચાહકો નારાજ થયા

  • વીડિયો વાઇરલ થતાં અનેક યુઝર્સે અલ્લુ અર્જુનના વર્તન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. ચાહકોએ કહ્યું હતું કે અલ્લુ અર્જુને જે રીતનું વર્તન કર્યું તેવું તો બોલિવૂડ સ્ટાર્સ પણ કરતાં નથી.
  • એક યુઝરે કહ્યું હતું, ‘આટલો એટિટ્યૂડ કઈ વાતનો છે અલ્લુ?’ અન્ય એકે કમેન્ટ કરી હતી કે સાઉથ સ્ટાર્સ ઘણાં જ વિનમ્ર હોય છે.

વજનને કારણે અલ્લુ અર્જુનની મજાક ઉડી હતી

  • હાલમાં જ અલ્લુ અર્જુનની કેટલીક તસવીરો વાઇરલ થઈ હતી. આ તસવીરમાં અલ્લુ અર્જુન બ્લૂ રંગની પ્રિન્ટેડ ટી શર્ટ તથા બ્લેક ટ્રાઉઝર્સમાં હતો. આ તસવીરમાં અલ્લુનું વધેલું વજન સ્પષ્ટ જોઈ શકાય છે. માનવામાં આવે છે કે અલ્લુએ ‘પુષ્પા’ના બીજા ભાગ માટે વજન વધાર્યું છે. યુઝર્સે એક્ટરને ફેટ શેમ કર્યો હતો.
  • એક યુઝરે કહ્યું હતું, ‘વડાપાઉં લુક.’ અન્ય એકે કહ્યું હતું, ‘લસિત, મલિંગા, બહુ સમય બાદ તને જોયો.’ અન્ય એકે કહ્યું હતું, આ તો દિવસે દિવસે ઘરડો થઈ રહ્યો છે.’ બીજા એક યુઝરે એવી કમેન્ટ કરી હતી કે આ તો કોઈ સડક છાપ ચોર લાગે છે. સાઉથના લોકો આવા ભિખારીઓ પાછળ પાગલ છે. અન્ય એકે અલ્લુને મોટાભાઈ કહ્યો હતો.

‘પુષ્પા’ને કારણે દેશભરમાં લોકપ્રિય બન્યો

  • 2021માં અલ્લુની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે દેશભરમાં ધમાલ મચાવી હતી. ફિલ્મે 360 કરોડ કરતાં વધુ કમાણી કરી હતી. હવે આ ફિલ્મના બીજા ભાગ ‘પુષ્પાઃ ધ રુલ’નું શૂટિંગ થઈ રહ્યું છે.
SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Amul Milk:સારા સમાચાર! અમૂલે દૂધના ભાવ ઘટાડ્યા, નવા દરો તપાસો-India News Gujarat

Amul Milk: અમૂલે દૂધના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો...

Latest stories