HomeEntertainmentAlia Bhatt's Life Change:એક્ટ્રેસના દિલની વાત-India News Gujarat

Alia Bhatt’s Life Change:એક્ટ્રેસના દિલની વાત-India News Gujarat

Date:

Alia Bhatt’s Life Change:એક્ટ્રેસના દિલની વાત-India News Gujarat

‘કૉફી વિથ કરન’ની સાતમી સિઝનના પહેલાં એપિસોડમાં રણવીર સિંહ તથા આલિયા ભટ્ટ જોવા મળશે. આ ચેટ શો સાત જુલાઈના રોજ સાંજે સાત વાગે ડિજિટલ પ્લેટફોર્મ પર ટેલિકાસ્ટ થશે. આલિયા ભટ્ટે શોમાં કપૂર પરિવાર અંગે વાત કરી હતી.

આલિયા-રણવીરે રિલેશનશિપ અંગે વાત કરી
‘કૉફી વિથ કરન’માં કરન જોહર આગળ આલિયા ભટ્ટ તથા રણવીર સિંહ સેલિબ્રિટી રિલેશનશિપ, પાર્ટનર્સના સપોર્ટ તથા લવમેરેજ અંગે વાત કરે છે. આલિયાએ કપૂર ખાનદાનમાં કેવો અનુભવ રહ્યો તે અંગે વાત કરી હતી.

કપૂર પરિવાર અલગ છે
આલિયા ભટ્ટે કપૂર પરિવારમાં શિફ્ટ થવા અંગે કહ્યું હતું, ‘હું, મારી માતા, મારી બહેન તથા મારી પિતા વચ્ચે મોટી થઈ છું. બસ આટલા જ લોકો હતા. અમારી વાતચીત બહુ જ સીમિત હતી. અમે એકબીજાના નિકટ હતા, પરંતુ અમારો મોટો પરિવાર નથી. અમે મોટા પાયે સેલિબ્રેશન કે ગેટ-ટુ ગેધર્સ કરતાં નથી. બધા પોત-પોતાનું કામ કરતાં હોય છે.’

કપૂર પરિવાર પાસેથી આ બાબત શીખી
વધુમાં આલિયા ભટ્ટે કહ્યું હતું, ‘કપૂર પરિવારમાં એન્ટર થયા બાદ મેં જોયું કે અહીંયા બધા લોકો બધુ સાથે કરતાં હોય છે. તમે સાથે ખાઓ છો, સાથે આરતી કરો છો, બધું જ એક સાથે થાય છે. આ બહુ જ પ્રેમાળ લાગે છે. હું કપૂર પરિવારને કારણે આ કલ્ચર તથા પરિવારની આટલી ક્ષણોમાંથી પસાર થઈ છું કે મારા જીવનમાં નવો જ અનુભવ થયો છે.’

પ્રેગ્નન્સી એન્જોય કરે છે
આલિયા તથા રણબીરે પાંચ વર્ષના ડેટિંગ બાદ 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના બાદ જ આલિયાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયા હાલમાં લંડનમાં છે. તે અહીંયા હોલિવૂડ પ્રોજેક્ટ ‘હાર્ટ ઑફ સ્ટોન’નું શૂટિંગ કરે છે.

SHARE

Related stories

Latest stories