HomeEntertainmentAlia Bhatt Darlings: આલિયા ભટ્ટની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’નું ટીઝર રિલીઝ-India News Gujarat

Alia Bhatt Darlings: આલિયા ભટ્ટની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’નું ટીઝર રિલીઝ-India News Gujarat

Date:

Alia Bhatt Darlings: આલિયા ભટ્ટની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’નું ટીઝર રિલીઝ-India News Gujarat

Alia Bhatt Darlings: આલિયા ભટ્ટે (Alia Bhatt) તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ ‘ડાર્લિંગ્સ’નું ટીઝર શેર કર્યું છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

આલિયા પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

  • બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા આલિયા ભટ્ટે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ત્યારથી આલિયા ભટ્ટ સતત લાઈમલાઈટમાં રહી છે.
  • હવે આલિયા ભટ્ટે તેની અપકમિંગ ફિલ્મ ‘ડાર્લિંગ્સ’નું (Darlings) ટીઝર રિલીઝ કર્યું છે. આલિયા ભટ્ટે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. આલિયા ભટ્ટની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આલિયા પણ પોતાની નવી ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઈટેડ દેખાઈ રહી છે.

ફિલ્મ ‘ડાર્લિંગ્સ’નું ટીઝર રિલીઝ

  • બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે તેની ફિલ્મ ડાર્લિંગનું ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝર આલિયા ભટ્ટના અવાજથી શરૂ થાય છે. આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કરતી વખતે ફની કેપ્શન પણ લખ્યું છે.
  • તેણે લખ્યું- ‘આ માત્ર ટીઝર છે, ડાર્લિંગ્સ.’ આ પોસ્ટ પર ડાયરેક્ટર ઝોયા અખ્તરની કોમેન્ટ પણ આવી છે. તેણે લખ્યું- ‘વેટ નથી કરી શકતી.’ ફિલ્મમાં તેની સાથે શેફાલી શાહ, વિજય વર્મા અને રોશન મેથ્યુ પણ જોવા મળશે.
  • આ પહેલા ફિલ્મની એક 30 સેકન્ડની ક્લિપ શેર કરવામાં આવી હતી. જેમાં શેફાલી અને વિજયની સાથે આલિયાનો અવાજ પણ છે. તેઓ ડાર્ક હ્યુમર અને કોમેડીથી ભરેલી રોમાંચક વાર્તાનું વચન આપે છે. આ ફિલ્મ 5 ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

આવી છે ફિલ્મની વાર્તા

  • જસમીત કે. રીન દ્વારા નિર્દેશિત ફિલ્મ ડાર્લિંગ્સને શાહરૂખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને આલિયાના ઈટરનલ સનશાઈન પ્રોડક્શન્સ મળીને બનાવી રહ્યા છે. તે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મ મુંબઈ પર આધારિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
  • મળતી જાણકારી મુજબ તેની વાર્તા એક મા-દીકરીના જીવનની આસપાસ ફરશે જે અસાધારણ પરિસ્થિતીઓનો સામનો કરે છે અને જીવનની તમામ મુશ્કેલી સામે પડકાર બનાવવાની કોશિશ કરે છે. ફિલ્મ માટે સંગીત ફિલ્મ નિર્માતા-સંગીતકાર વિશાલ ભારદ્વાજે આપ્યું છે અને ગીતો અનુભવી ગીતકાર ગુલઝાર દ્વારા લખ્યા છે.

હાલમાં આલિયા ભટ્ટ યુરોપમાં

  • ડાર્લિંગ્સ વિશે વાત કરતાં આલિયાએ કહ્યું કે આ ફિલ્મ તેના દિલમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. તેણે કહ્યું, ‘આ નિર્માતા તરીકે આ મારી પહેલી ફિલ્મ છે અને તે પણ રેડ ચિલીઝ સાથે.
  • અમને ખૂબ જ ગર્વ અને ખુશી છે.’ હાલમાં આલિયા ભટ્ટ યુરોપમાં છે અને તેના હોલીવુડ ડેબ્યૂ પ્રોજેક્ટ ‘હાર્ટ ઓફ સ્ટોન’નું શૂટિંગ કરી રહી છે.
SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Amul Milk:સારા સમાચાર! અમૂલે દૂધના ભાવ ઘટાડ્યા, નવા દરો તપાસો-India News Gujarat

Amul Milk: અમૂલે દૂધના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો...

Latest stories