Alia Bhatt :પ્રેગ્નન્ટ આલિયા ભટ્ટની પહેલી ઝલક-India News Gujarat
Alia Bhatt : આલિયા ભટ્ટે થોડાં દિવસ પહેલાં જ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયા હાલમાં લંડનમાં હોલિવૂડ પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન હવે આલિયાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. આલિયા બોલિવૂડ ફ્રેન્ડ્સ સાથે જોવા મળી હતી.
મનીષ મલ્હોત્રાએ તસવીર શૅર કરી
- ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ કરન જોહર તથા આલિયા સાથે સેલ્ફી શૅર કરી હતી અને કહ્યું હતું, ‘લંડનમાં સૂરજની રોશનીની મજા લઈ રહ્યા છીએ.’ આ તસવીરમાં આલિયા વ્હાઇટ આઉટફિટ તથા સનગ્લાસમાં જોવા મળે છે. અન્ય એક તસવીરમાં મનીષ મલ્હોત્રા કરીના કપૂર સાથે જોવા મળે છે.
- ઉલ્લેખનીય છે કે કરન જોહર તથા કરીના કપૂર પરિવાર સાથે લંડનમાં વેકેશન મનાવી રહ્યા છે. ગૌરી ખાન, ટ્વિંકલ ખન્ના, ફેશન ડિઝાઇનર નંદિતા મહતાની પણ લંડનમાં છે. મનીષ મલ્હોત્રાએ આ તમામની તસવીર શૅર કરી હતી.
આલિયાએ ચાહકોનો આભાર માન્યો
- આલિયાએ લગ્નની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘આટલો બધો પ્રેમ મેળવીને ઘણો જ આનંદ થયો.
- મેં તમામના મેસેજ તથા શુભેચ્છા વાંચવાનો પ્રયાસ કર્યો અને હું બસ એટલું જ કહીશ કે મારા જીવનની આટલી મોટી ક્ષણને પ્રેમ અને આશીર્વાદની સાથે સેલિબ્રેટ કરવી ખાસ રહી. તમામનો આભાર.’
પ્રેગ્નન્સી ન્યૂઝ શૅર કર્યા બાદ આલિયા ગુસ્સે થઈ હતી
- આલિયાએ એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં ન્યૂઝ હતા અને તેમાં કહેવામાં આવ્યું હતું કે આલિયા 15 જુલાઈની આસપાસ મુંબઈ પરત ફરશે.
- તેને લેવા માટે રણબીર કપૂર લંડન જશે. આ ન્યૂઝ શૅર કરીને આલિયાએ કહ્યું હતું, ‘આપણે હજી પણ લોકોના મનમાં રહીએ છીએ. આપણે હજી પણ પિતૃસત્તા દુનિયામાં જીવી રહ્યા છીએ.
- તમારી જાણ ખાતર કહી દઉં કે કંઈ પણ મોડું થયું નથી. કોઈએ મને લેવા આવવાની જરૂર નથી. હું એક મહિલા છું, કોઈ પાર્સલ નથી. મને આરામની બિલકુલ જરૂર નથી,
- પરંતુ એ જાણીને સારું લાગ્યું કે તમારી પાસે ડૉક્ટર્સનું સર્ટિફિકેશન છે. આ 2022 છે તો શું આપણે આવા વિચારોમાંથી બહાર નીકળી શકીએ? હવે મારો શોટ તૈયાર છે.’
ફોટો શૅર કરીને પ્રેગ્નન્સીની માહિતી આપી હતી
- આલિયાએ થોડાં સમય પહેલાં જ સો.મીડિયામાં હોસ્પિટલનો ફોટો શૅર કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.
- તેણે કહ્યું હતું, ‘અમારું બેબી…આવી રહ્યું છે.’ તસવીરમાં આલિયા ભટ્ટ અલ્ટ્રાસાઉન્ડ કરાવતી હતી અને તેની સાથે રણબીર કપૂર હતો. રણબીર કપૂર હાલમાં સ્પેનમાં છે. રણબીર-આલિયાએ પાંચ વર્ષના ડેટિંગ બાદ 14 એપ્રિલ, 2022ના રોજ લગ્ન કર્યા હતા.