વીર ક્રાંતિકારી કરતારસિંહ સરાભા
વીર ક્રાંતિકારી કરતારસિંહ સરાભા:Veer Krantikari Kartar Singh Sarabha:દેશ ની સ્વાધીનતા માટે હસ્તે મોઢે ફાંસી ની સજા સ્વીકારી દેશ ને આઝાદ માટે ની જ્વાળા ને પ્રજવલિત કરવા નો બાહોશ પ્રયાસ વીર ક્રાંતિકરી કરતારસિંહ સરાભા એ કર્યું હતું.ભગતસિંહ ના જીવન પર પણ વીર ક્રાંતિકરી કરતારસિંહ સરાભા ના વિચારો થી પ્રેરિત થઈ અને આઝાદી ની ચળવળ માં જોડાયા હતા.વીર ક્રાંતિકરી કરતારસિંહ સરાભા નો ફોટો ભગત સિંહ પોતાની સાથે હમેશા રાખતા…
“તેરી ખિદમત મૈ યે ભારત ! યે સર જાયે યે જા જાયે, તો સમજુંગા કિ મરના હૈ હયાતે.. જાદવા મેરા”
આ પંક્તિઓના સર્જક અને વિદેશ માં રહી ભારતની આઝાદી માટે બલિદાન આપનાર વીર ક્રાંતિકારી કરતારસિંહ સરાભાનો જન્મ 24 મે 1896 ના પંજાબના લુધિયાણા જિલ્લાના સરાભા ગામે થયેલો પિતાનું બચપણમાં જ અવસાન થયું હતું.કરતારસિંહ ને નાનપણમાં મિત્રો અફલાતૂન” કહી સંબોધતા હતા.
વીર ક્રાંતિકારી કરતારસિંહ સરાભા:Veer Krantikari Kartar Singh Sarabha:સરાભા, પ્રાથમિક અભ્યાસ લુધિયાણા બાદ ઓરિસ્સામાં શિક્ષણ લઈ 1જાન્યુ.1912 ના રોજ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની બર્કલ યુનિ.માં રસાયણ શાસ્ત્રમાં દાખલ થયા હતા. ત્યાં ની પંજાબી હોસ્ટેલમાં રહેતાં લાલા હરદયાલના પ્રભાવમાં આવી ગદર પક્ષની નેતાગીરી સંભાળી.ચાર ભાષાઓમાં “ગદર ” પત્ર ચલાવ્યું. અમેરિકામાં વસતાં ભારતીયોમાં આઝાદી માટે કુરબાની ની મસાલ પ્રજ્વલિત કરી હતી.
વીર ક્રાંતિકારી કરતારસિંહ સરાભા:Veer Krantikari Kartar Singh Sarabha:1914માં પ્રથમ વિશ્વ યુદ્ધનો પ્રારંભ થયો, ત્યારે અંગ્રેજો યુદ્ધમાં ખરાબ રીતે ફસાયા હતા. આવા તબક્કે ‘ગદર પાર્ટી’ના કાર્યકરોએ ભારતને સ્વતંત્રતા અપાવવા માટે ભારતમાં વિદ્રોહ કરાવવાની યોજના ઘડી કાઢી હતી. અમેરિકામાં રહેતા 4 હજાર ભારતીયોએ તેમાં સહયોગ આપ્યો. આ ચાર હજાર ભારતીયો પોતાનું બધું જ વેચીને દારૂગોળા અને પિસ્તોલોની ખરીદી કરી અને જહાજમાં બેસીને ભારત જવા નીકળી પડ્યા;પરંતુ ભારત પહોંચતાં પહેલાં જ તેમનો ભેદ ખૂલી ગયો અને અંગ્રેજ સિપાઈઓએ તેમને દારૂગોળા સાથે રસ્તામાં જ ભારતના દરિયાઈ કિનારે પહોંચતાં પહેલાં જ કેદમાં લઈ લીધા.
વીર ક્રાંતિકારી કરતારસિંહ સરાભા:Veer Krantikari Kartar Singh Sarabha:વીર ક્રાંતિકારી કરતાર સિંહ સરાભા પોતાના સાથીઓ સાથે ચાલાકીથી ત્યાંથી બચીને નીકળી ગયા અને પંજાબ પહોંચીને તેમણે ગુપ્ત રીતે વિદ્રોહની તૈયારીઓ શરૂ કરી દીધી. ભારતમાં વિપ્લવનું ઉંબાડિયું ચાંપીને આગ લગાવવાના હેતુથી તેમણે સુરેન્દ્રનાથ બેનરજી, રાસબિહારી બોઝ, શચીન્દ્રનાથ સાન્યાલ વગેરે ક્રાંતિકારીઓ સાથે મુલાકાત કરી. તેમના પ્રયત્નોથી જાલંધરના એક બગીચામાં એક બેઠક યોજાઈ, જેમાં પંજાબના તમામ ક્રાંતિકારીઓએ ભાગ લીધો. આ વખતે કરતાર સિંહ સરાભાની ઉંમર માત્ર 19 વર્ષની હતી.
વીર ક્રાંતિકારી કરતારસિંહ સરાભા:Veer Krantikari Kartar Singh Sarabha:વીર ક્રાંતિકારી કરતાર સિંહ સરાબા અને તમામ ક્રાંતિકારીઓએ સમગ્ર ભારતમાં ક્રાન્તિ માટે તા. 21 ફેબ્રુઆરી, 1915નો દિવસ નક્કી કર્યો, પણ તા. 16 ફેબ્રુઆરીના રોજ બ્રિટિશ સરકારને તેની ગંધ આવી ગઈ અને ચારે તરફ ધડાધડ ધરપકડો થવા લાગી. બંગાળ તથા પંજાબમાં ધરપકડોનો દોર ચાલ્યો. રાસબિહારી બોઝ કોઈ રીતે લાહોરથી વારાણસી થઈને કલકત્તા ચાલ્યા ગયા અને ત્યાંથી છૂપા નામે પાસપોર્ટ બનાવીને જાપાન ચાલ્યા ગયા. રાસબિહારી બોઝે લાહોર છોડતાં પહેલાં કરતાર સિંહ સરાભાને કાબુલ જવા માટે સલાહ આપી.
વીર ક્રાંતિકારી કરતારસિંહ સરાભા:Veer Krantikari Kartar Singh Sarabha:આથી કરતાર સિંહ પણ કાબુલ માટે રવાના થઈ ગયા, પણ જેવા તેઅ વઝીરાબાદ (હાલનું અફઘાનિસ્તાન) માં પહોંચ્યા કે તરત જ તેમના મનમાં વિચાર ઉદ્દભવ્યોઃ “આ રીતે લપાઈ-છૂપાઈને ભાગી છૂટવા કરતાં સારું તો એ છે કે, દેશ માટે ફાંસીના માંચડે ચડી જઉં અને જીવ આપી દઉં.” કરતાર સિંહ સરાભા કાબુલ ભાગી જવાના બદલે વઝીરાબાદની લશ્કરી છાવણીમાં ગયા અને તેમણે ફોજીઓ સમક્ષ ભાષણ આપતાં કહ્યું કે, “ભાઈઓ, અંગ્રેજો વિદેશી છે. આપણે તેમની વાત ન માનવી જોઈએ. આપણે એકબીજા સાથે મળીને અંગ્રેજ શાસનને સમાપ્ત કરી દેવું જોઈએ.” કરતારે બંદી થવા માટે જ આવું ભાષણ આપ્યું હતું, પરિણામે તેમને અંગ્રેજોએ બંદી બનાવી દીધા.
વીર ક્રાંતિકારી કરતારસિંહ સરાભા:Veer Krantikari Kartar Singh Sarabha:કરતાર સિંહ સરાભા પર હત્યા, ધાડ, સરકાર પલટાવી નાખવાના કાવતરાના ગુનાઓ લગાવીને ‘લાહોર ષડયંત્ર’ નામનો કેસ ચલાવાયો. અન્ય 63 ક્રાંતિકારીઓ પર પણ તેમની સાથોસાથ કેસ ચલાવાયો. અદાલતમાં કરતારે પોતાનો ગુનો સ્વીકારતાં આ શબ્દો કહ્યાઃ “હું ભારતમાં ક્રાન્તિ લાવવાનો સમર્થક છું અને તે હેતુ પૂરો કરવા માટે અમેરિકાથી અહીં આવ્યો છું. જો મને મૃત્યુદંડ આપવામાં આવશે તો હું મારી જાતને સૌભાગ્યશાળી માનીશ, કેમ કે, પુનર્જન્મના સિદ્ધાંત અનુસાર મારો જન્મ ફરીથી ભારતમાં થશે અને હું માતૃભૂમિની સ્વતંત્રતા માટે કામ કરી શકીશ.”
વીર ક્રાંતિકારી કરતારસિંહ સરાભા:Veer Krantikari Kartar Singh Sarabha:તા. 16 નવેમ્બર, 1915ના રોજ કરતાર સિંહ સરાભા હસતા મોંઢે ફાંસીના માંચડે લટકી ગયા. જજે તેમના કેસનો ચુકાદો આપતાં કહ્યું હતુઃ “આ યુવાને અમેરિકાથી માંડીને હિન્દુસ્તાન સુધી અંગ્રેજ શાસનને ઉથલાવી મૂકવા માટે અણથક પ્રયાસ કર્યો છે. તેને જ્યારે અને જ્યાં પણ તક મળી ત્યાં તેણે અંગ્રેજોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી છે. તેની ઉંમર ઘણી નાની છે, પણ અંગ્રેજ સત્તા માટે ભારે ભયાનક છે.” કરતાર સિંહની શહીદી અંગે તત્કાલીન મહાન ક્રાંતિકારી ભાઈ પરમાનન્દજીએ એમના જેલવાસના જીવનનું વર્ણન કરતાં લખ્યું છેઃ “
વીર ક્રાંતિકારી કરતારસિંહ સરાભા:Veer Krantikari Kartar Singh Sarabha:સરાભાને જેલકોઠડીમાં પણ હાથકડીઓ અને બેડીઓ પહેરાવી રાખવામાં આવતી હતી. તેમનાથી સિપાઈઓ ખૂબ ડરતા હતા. તેમને જ્યારે બહાર કાઢવામાં આવતા હતા ત્યારે સિપાઈઓની એક મોટી ટુકડી તેમની આગળ-પાછળ ચાલતી હતી. તેમના માથે મોત ભમતું હતું, પણ તેઓ હસમુખા જ રહેતા હતા. તેઓ ભારત માતાના એક એવા પુત્ર હતા જેમણે દેશની સ્વતંત્રતા માટે અસંખ્ય દુઃખો વેઠ્યાં અને એટલે સુધી કે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. આવા વીર સપૂતનું નામ ભારતીય સ્વતંત્રતા આંદોલનના ઇતિહાસમાં હંમેશાં સુવર્ણ અક્ષરોમાં અંકિત કરાશે.”
જય હિન્દ, વીર ક્રાંતિકરી કરતારસિંહ સરાભા અમર રહો….
આ પણ વાંચી શકો છો :વિશ્વ કાચબા દિવસ:World Turtule Day:INDIA NEWS GUJARAT
આ પણ વાંચી શકો છો :રાજા રામમોહન રાય:Raja Rammohan Roy:INDIA NEWS GUJARAT