HomeEntertainmentUunchai first look Release:7 વર્ષ બાદ સૂરજ બડજાત્યા નિર્દેશનમાં કરી રહ્યા છે...

Uunchai first look Release:7 વર્ષ બાદ સૂરજ બડજાત્યા નિર્દેશનમાં કરી રહ્યા છે કમબેક, અમિતાભ બચ્ચન લીડરોલમાં-India News Gujarat

Date:

Uunchai first look Release:7 વર્ષ બાદ સૂરજ બડજાત્યા નિર્દેશનમાં કરી રહ્યા છે કમબેક, અમિતાભ બચ્ચન લીડરોલમાં-India News Gujarat

Uunchai first look Release: બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર સૂરજ બડજાત્યા 7 વર્ષ બાદ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ફેન્સ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા તે ફિલ્મ ‘ઊંચાઈ’નું પોસ્ટર રિલીઝ થયું છે. આ ફિલ્મ પહેલા દિવસથી જ ચર્ચામાં હોય રાજશ્રી ફિલ્મે ફ્રેન્ડશીપના દિવસે જ ટીઝર પોસ્ટર રિલીઝ કરી દીધું હતું. ફિલ્મનું ટીઝર કે ટ્રેલર તો રિલીઝ નથી થયું, પરંતુ પોસ્ટર પરથી જ ખબર પડે છે કે, જીવનમાં દોસ્તીથી વધુ કોઈ વસ્તુ નથી.

  • પોસ્ટરમાં જોઈ શકાય છે કે, અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાની હિમાલયમાં ટ્રેકિંગ કરી રહ્યા છે. તો પાછળ માઉન્ટ એવરેસ્ટનો ખુબસુરત નજારો જોવા મળી રહ્યો છે. ટીઝર પોસ્ટરમાં સૌથી ઉપર ટેગલાઇનમાં લખ્યું છે કે, ‘મિત્રતા જ પ્રેરણા હતી.’
  • સૂરજ બડજાત્યા ‘ઊંચાઈ’થી કરી રહ્યા છે કમબેક
    આ ફિલ્મ સૂરજ બડજાત્યા માટે એટલા માટે પણ ખાસ છે કારણે આ ફિલ્મથી ડાયરેક્ટર કમબેક કરી રહ્યા છે. સૂરજે સાત વર્ષ બાદ ‘ઊંચાઈ’થી ફિલ્મના નિર્દેશનની જવાબદારી સંભાળી છે. સૂરજે ઘણી કલાસિક ફિલ્મો કરી છે. આ ફિલ્મ રાજશ્રી પ્રોડક્શનની 60મી ફિલ્મ છે. તેમજ દિગ્દર્શક સૂરજ બડજાત્યાની 7મી દિગ્દર્શિત સાહસ ફિલ્મ છે. આ સિવાય રાજશ્રી તેની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે જે એક મોટી ઉપલબ્ધિ છે.
  • રાજશ્રીના કમલકુમાર બડજાત્યા, સ્વ.રાજકુમાર બડજાત્યા અને અજીત કુમાર બડજાત્યાએ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે નિર્માતા તરીકે મહાવીર જૈન ફિલ્મ્સના મહાવીર જૈન અને બાઉન્ડલેસ મીડિયાના નતાશા માલપાણી ઓસ્વાલ સાથે હાથ મિલાવ્યા છે. રાજશ્રીએ હંમેશા જબરદસ્ત સ્કેલ અને વિઝ્યુઅલ ભવ્યતા સાથે ફિલ્મોનું નિર્માણ કર્યું છે. ટીઝર પોસ્ટર પર હિમાલયના આકર્ષક દૃશ્યો રસપ્રદ અને રોમાંચક છે
  • જો ફિલ્મ વિશે વધુ વાત કરવામાં આવે તો ‘ ઊંચાઈ’ 11 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે, આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની, નીના ગુપ્તા અને સારિકા સહિત અનેક સિતારાઓ જોવા મળશે. આ ફિલ્મમાં પરિણીતિ ચોપરા પણ ખાસ અંદાજમાં જોવા મળશે.
SHARE

Related stories

Latest stories