Tarak Mehta : આજકલ સૌ લોકોના મુખે સૌથી વધારે કઈ ચર્ચા હોય તો જાણીતો ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મહેતા સાહેબની ભૂમિકા ભજવનાર અભિનેતા શૈલેષ લોઢાએ શોના નિર્માતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. રિપોર્ટ છે કે, શૈલેષે અસિત મોદી વિરૂદ્ધ તેમની બાકી રકમ ન ચૂકવવા બદલ ફરિયાદ નોંધાવી છે અને તેમની પ્રોડક્શન કંપની સામે કેસ દાખલ કર્યો છે. લોકોની તાલાવેલી આ ઘટનાથઈ વઘતી જતી જોવા મળી રહી છે. Tarak Mehta
શૈલેષને શો છોડ્યાને લગભગ 1 વર્ષ થઈ ગયું
હાલ તો શૈલેષે પ્રોડક્શન કંપની સામે સેક્શન 9 હેઠળ કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન કેસ દાખલ કરવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો છે, જેની સુનાવણી મેમાં થવાની છે. પ્રોડક્શન કંપની સામે કેસ દાખલ થઈ ચુક્યો છે જેની સુનાવણી મેમાં થશે સુનાવણી. જ્યારે મીડિયાએ શૈલેષ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેણે કહ્યું- મામલો હજુ કોર્ટમાં છે, તેથી હું તેના પર ટિપ્પણી કરવાનું પસંદ નહીં કરું. તે જ સમયે, અસિતે મુસાફરીનું બહાનું આગળ ધરીને આ મુદ્દે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શૈલેષને શો છોડ્યાને લગભગ 1 વર્ષ થઈ ગયું છે, તેમ છતાં તેણે આરોપ લગાવ્યો કે તેને મેકર્સ પાસેથી પૈસા મળ્યા નથી.અસિત મોદી તથા અને શૈલેષ સોઢાએ આ બાબતે વાત કરવાની ના પાડી દેતા હજી કઈક રંઘાઈ રહ્યુ હોવાની વાત સામે આવી રહી છે. Tarak Mehta
મેકર્સે પોતાનો પક્ષ રાખ્યો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોજેક્ટ હેડ સુહેલ રામાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે આ વિશે અગાઉ પણ કહ્યું હતું. શૈલેષ લોઢા એક પરિવાર જેવા રહ્યા છે. જ્યારે તે ગયા, ત્યારે અમે તેના નિર્ણયને માન આપ્યું. અનેક પ્રસંગોએ, અમે ઈમેલ અને ફોન દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. અમે તેને તમામ જરૂરી દસ્તાવેજો પર સહી કરવા અને પૈસા લેવા માટે ઓફિસ આવવા વિનંતી કરી. મેકર્સે પોતાનો પક્ષ રાખ્યો, કહ્યું કે, અમે ક્યારેય શૈલેષને પૈસા આપવાની ના પાડી નથી તો પછી સવાલ એમ થાય છે કે આમાં સાચુ શું અને ખોટું શું ? Tarak Mehta
તમે આ પણ વાંચી શકો છો : Tiktok star death :30 વર્ષીય ટિક-ટોક સ્ટાર પેટ્રિશિયા રાયતેનું સ્પેનમાં ત્વચાના કેન્સરથી અવસાન થયું – India News Gujarat
તમે આ પણ વાંચી શકો છો : Gallantry Award 2023 :વિંગ કમાન્ડર દીપિકા મિશ્રા વીરતા પુરસ્કાર મેળવનાર વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી બની – India News Gujarat