મુંબઈઃ ગયા દિવસોમાં સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે સંકળાયેલા ફોરેન્સિક એવિડન્સ તપાસવા મુંબઈ ગયેલા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) દિલ્હીની ફોરેન્સિક તપાસ ટીમના મુખ્ય તબીબ ડો. સુધીર ગુપ્તાએ કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી બધી વસ્તુઓ અધૂરી છે, તેમને એ પણ કહ્યું કે, આ મામલાની હત્યાના એન્ગલથી તપાસ થવી જોઈએ. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ મુંબઈની કૂપર હોસ્પિટલમાં થયું હતું. કહેવાય છે કે, જે તબીબોએ સુશાંત સિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટમ કર્યું તે તમામ તબીબો એકસાથે રજા ઉપર ચાલ્યા ગયા છે જેને લઈને શક વધુ મજબૂત બને છે.
ડો. ગુપ્તાનું કહેવું છે કે, અમને મેડિકલ ડેથ ઈન્વેસ્ટિગેશન માટે જરૂરી જાણકારી જોઈતી હતી, જે અમને મુંબઈની લોકલ ટીમ દ્વારા કૂપર હોસ્પિટલ પાસે માંગી છે. હકીકતમાં સીબીઆઈએ એઈમ્સના ફોરેન્સિક વિભાગના ડોક્ટરો પાસે સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઓટોપ્સી રિપોર્ટની તપાસ કરતા તેમની પાસે સલાહ માંગી હતી.
અગાઉ પહેલા ડો. સુધીર ગુપ્તાએ ગયા સપ્તાહે કહ્યું હતું કે, અમે હત્યા ઉપરાંત તમામ સંભવિત એન્ગલ્સની તપાસ કરીશું. તેમણે એ પણ કહ્યું હતું કે, અમારી ટીમ સુશાંતના શરીર પર ઈજાના નિશાનના પેટર્નનું વિશ્લેષણ કરશે અને પરિસ્થિતિજન્ય સાક્ષીઓની સાથે તેને સરખાવીશું. સાથે જ જો એન્ટી-ડિપ્રેસેન્ટ સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવી હતી, તેનું વિશ્લેષણ પર એઈમ્સની પ્રયોગશાળામાં કરવામાં આવશે. સુશાંતના મોત સાથે જોડાયેલી તમામ વિગતો મળ્યા બાદ ડોક્ટરોનું કહેવું છે કે આ મામલાની હત્યાના એન્ગલ સાથે પણ તપાસ થવી જોઈએ.