HomeEntertainmentSurat Navratri : ઉમિયાધામ મંદિરમાં થતી મહાઆરતીમાં ઝગમગશે 25 હજાર કરતા પણ વધુ...

Surat Navratri : ઉમિયાધામ મંદિરમાં થતી મહાઆરતીમાં ઝગમગશે 25 હજાર કરતા પણ વધુ દીવડાઓ-India News Gujarat

Date:

Surat Navratri : ઉમિયાધામ મંદિરમાં થતી મહાઆરતીમાં ઝગમગશે 25 હજાર કરતા પણ વધુ દીવડાઓ-India News Gujarat

  • Surat Navratri :ઉમિયાધામમાં જ્યારે આઠમની મહાઆરતી થાય છે.
  • ત્યારે આસપાસની બધી જ લાઇટો બંધ કરીને માત્ર દિવડાઓનાં પ્રકાશથી માતાજીની આરાધના કરવામાં આવે છે.
  • જ્યારે મોટી સંખ્યામાં મહિલાઓ માથે ગરબી લઈને ગરબે ઘૂમે છે.
  • સુરતમાં(Surat ) કોરોનાના બે વર્ષ પછી શેરીગરબા તેમજ વિવિધ પાર્ટીપ્લોટો પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
  • આપણે જાણીએ છીએ તેમ નવરાત્રીમાં(Navratri ) આઠમનું ઘણું મહત્વ હોય છે પણ અહિં સુરતમાં ઉમિયાધામનાં મંદિરમાં મહાઆરતીનું પણ વિશેષ મહત્વ છે. અને હાલ તેની તૈયારીઓ જોરશોરમાં કરવામાં આવી છે.
  • નવરાત્રીમાં આઠમના નોરતાનું વિશેષ મહત્વ છે.અને આજે એટલે કે સોમવારે જ્યારે આઠમા નોરતાની ઉજવણી થવા જઇ રહી છે ત્યારે સુરતનાં ઉમિયાધામ મંદિરમાં આઠમની વિશેષ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

25,000થી પણ વધુ દિવડાઓ એકસાથે પ્રગટે છે

  • સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયયાધામ મંદિરે સો-બસો કે પાંચસો-સાતસો નહિં પણ એકસાથે થતી હોય છે 25,000 થી પણ વધુ દિવડાની આરતી.
  • કદાચ ભારતમાં ગુજરાતમાં માત્ર સુરત જ એક શહેર એકમાત્ર એવું છે જ્યાં 25,000થી પણ વધુ દિવડાઓ એકસાથે પ્રગટે છે અને સૌ કોઇ હાથમાં દિવડા લઇને મા ઉમિયાની આરતી કરીને નવરાત્રીની ઉજવણી કરે છે..
    ઉમિયાધામ મહિલા મંડળના આયોજક રશ્મિકાબેન પટેલના જણાવ્યા અનુસાર વર્ષોથી અહિં દીવડાંઓની મહાઆરતી થાય છે. અને ખાસ સુરતમાં જ આ આરતી થાય છે.
  • લોકો અહિં આવે છે અને પ્રત્યેક જણા હાથમાં દિવડા લઇને આરતી કરે છે.જેથી દરેકને મહાઆરતીનો લાભ મળે છે.
  • કોરોનાના બે વર્ષ પછી જયારે આ વર્ષ ખાસ મહત્વનું છે, ત્યારે ભક્તિ શક્તિનો સમન્વય જોવા મળશે. આઠમના દિવસે સવારથી નવચંડી યજ્ઞ, ભૂદેવોના હાથે રક્ષા પોટલી બાંધવાનો કાર્યક્રમ રહેશે.

મોટી સંખ્યામાં મહિલાઓ માથે ગરબી લઈને ગરબે ઘૂમે

  • તેઓ ઉમેરે છે કે ઉમિયાધામમાં જ્યારે આઠમની મહાઆરતી થાય છે. ત્યારે આસપાસની બધી જ લાઇટો બંધ કરીને માત્ર દિવડાઓનાં પ્રકાશથી માતાજીની આરાધના કરવામાં આવે છે.
  • જ્યારે મોટી સંખ્યામાં મહિલાઓ માથે ગરબી લઈને ગરબે ઘૂમે છે.
  • સાથે જ 150 જેટલી મશાલો પણ રાખવામાં આવે છે, જે વાતાવરણને દિવ્ય બનાવે છે.
  • અન્ય એક ભક્ત હીરાબેન પટેલનું કહેવું છે કે અમે અહિંયા જ્યારે પણ આવીએ છીએ ત્યારે સાક્ષાત માતાજીએ દર્શન આપ્યા હોય તેવું લાગે છે.
  • બહું આહ્લલાદ્ક દર્શન કર્યા હોય એવું લાગે છે. આ વર્ષે પણ અમે પરિવાર સાથે આ મહાઆરતીનો લાભ લેવા જરૂર આવીશું. તેના માટે અમે ખુબ આતુર છે.

તમે આ પણ વાંચી શકો છો –

Navratri 2022 : સૌરાષ્ટ્રના ગોંડલમાં MP રમેશભાઈ ધડુક આયોજિત ગરબાની ધુમ

તમે આ પણ વાંચી શકો છો –

Navratri Ashtami tithi : આ દિવસે દુર્ગા અષ્ટમી છે, આ શુભ સમયે પૂજા કરો

 

SHARE

Related stories

Latest stories