HomeEntertainmentSiddhanth Kapoor Video : રેવ પાર્ટીમાં ડીજે બન્યો હતો સિદ્ધાંત કપૂર-India News...

Siddhanth Kapoor Video : રેવ પાર્ટીમાં ડીજે બન્યો હતો સિદ્ધાંત કપૂર-India News Gujarat

Date:

Siddhanth Kapoor Video : રેવ પાર્ટીમાં ડીજે બન્યો હતો સિદ્ધાંત કપૂર-India News Gujarat

  • Siddhanth Kapoor Video : બોલીવુડ અભિનેતા સિદ્ધાંત કપૂર (Siddhant Kapoor) ના ચાહક વર્ગને મોટો ઝટકો લાગ્યો છે, આજે અભિનેતાની રેવ પાર્ટી દરમિયાન ધરપકડ કરવામાં આવી છે, આ વચ્ચે દિગ્ગજ અભિનેતા શક્તિ કપૂર (Shakti Kapoor)ના પુત્ર સિદ્ધાંતનો એક વિડીયો વાયરલ (video viral) થઈ રહ્યો છે,
  • આ વિડીયોમાં સિદ્ધાંત ડીજે બનેલો જોવા મળી રહ્યો છે, જણાવવામાં આવી રહ્યું છે કે, આ વિડીયો એ પાર્ટીનો છે જ્યાંથી બેંગ્લોર પોલીસે સિદ્ધાંતની ધરપકડ કરી છે, (આ વિડીયોની પુષ્ટિ ટીવીનાઈન કરતું નથી)

ટ્વિટરથી લઈ ઈન્સ્ટાગ્રામ સુધી સિદ્ધાંતનો આ વિડીયો તેની ધરપકડ બાદ વાયરલ

  • ટ્વિટરથી લઈ ઈન્સ્ટાગ્રામ સુધી સિદ્ધાંતનો આ વિડીયો તેની ધરપકડ બાદ વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે લાઈટો ઝગમગી રહી છે. સિદ્ધાંત ડીજે બોર્ડના બેસ પર તેની આંગળીયો પર કમાલ કરી રહી છે, તેણે બ્લેક ઝેકેટ પહેર્યું છે. તે મસ્તીમાં નાચી રહ્યો છે

સિદ્ધાંત સહિત 6 લોકોનો મેડિકલ રિપોર્ટ કરાવ્યો

  • તમને જણાવી દઈએ કે, રવિવારની મોડી રાત્રે બેંગ્લોર પોલીસે સિદ્ધાંત કપૂરની ધરપકડ કરી હતી. પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે, સિદ્ધાંતનો ડ્રગ્સ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સિદ્ધાંત સહિત 6 લોકોનો મેડિકલ રિપોર્ટ કરાવ્યો હતો. આ તમામ રિપોર્ટમાં ડ્રગ્સ લીધા હોવાની જાણ થઈ છે. પોલીસે રેવ પાર્ટીમાંથી અંદાજે 35 લોકોની ધરપકડ કરી હતી.

શક્તિ કપૂરે કહ્યું આ ઘટના વિશે કોઈ જાણ નથી

  • શક્તિ કપૂરે કહ્યું આ ઘટના વિશે કોઈ જાણ નથી, જ્યારે હું સવારે 9 વાગ્યે ઉઠ્યો તો સમાચાર ચાલી રહ્યા હતા. તેની ધરપકડ કરવામાં આવી છે, મને કોઈ પણ આઈડિયા નથી, પરિવાર તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે,

એમજી રોડ પર આવેલી એક હોટલમાં અનેક લોકોની ધરપકડ કરી

  • બેંગલોર પોલીસને રેવ પાર્ટીને લઈ ટિપ મળી હતી.પોલીસે એમજી રોડ પર આવેલી એક હોટલમાં અનેક લોકોની ધરપકડ કરી હતી. પોલીસે અંદાજે 35 લોકોના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 6 લોકોના સેમ્પલ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, આ 6 લોકોમાં સિદ્ધાંત કપૂરનું નામ પણ સામેલ છે.
SHARE

Related stories

Latest stories