HomeEntertainmentShilpa Shetty Bday:ખિલાડી’ કુમારની બેવફાઈ વિશે કાઢયા બળાપા!-India News Gujarat

Shilpa Shetty Bday:ખિલાડી’ કુમારની બેવફાઈ વિશે કાઢયા બળાપા!-India News Gujarat

Date:

Shilpa Shetty Bday:ખિલાડી’ કુમારની બેવફાઈ વિશે કાઢયા બળાપા!-India News Gujarat

Shilpa Shetty Bday: બોલિવૂડમાં (Bollywood)શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)નવી હિરોઇન તરીકે સ્થાપિત થઈ રહી હતી તે સમયે અક્ષય કુમાર(Akshay kumar) પણ રાઇઝિંગ સ્ટાર હતો અને બંનેની ફિલ્મ શૂટિંગ દરમિયાનની મુલાકાત પ્રેમમાં પરિણમી હતી. એક તબક્કો એવો હતો જ્યારે આ બંને લગ્ન કરી લેવાના હતા. પરંતુ ચાહકોને ત્યારે આંચકો લાગ્યો હતો જ્યારે શિલ્પા શેટ્ટીને છોડીને અક્ષયે રાજેશ ખન્નાની દીકરી ટ્વિકલ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતા.

 ખિલાડી તૂ અનાડી દરમિયાન થઈ હતી મુલાકાત

  • શિલ્પા શેટ્ટી આજે તેનો જન્મદિવસ ઉજવી રહીછે અને તેના બહોળા  ચાહક વર્ગે  તેને  મન ભરીને શુભેચ્છાઓ પાઠવી છે.  જોકે એક સમયે  શિલ્પા શેટ્ટી તેની ફિ્લ્મોની સાથે સાથે  તેના અક્ષય કુમાર સાથેના સંબંધોને કારણે ચર્ચામાં રહી હતી.
  • તેની અને અક્ષય કુમારની મુલાકાત મેં ખિલાડી તૂ અનાડી ફિ્લ્મના સેટ પર વર્ષ 1994માં થઈ હતી. પરંતુ 2000ના વર્ષમાં બને અલગ થઈ ગયા હતા. તે સમયે શિલ્પાએ દાવો કર્યો હતો કે અક્ષય તેની સાથે ડેટ કરી રહ્યો હતો ત્યારે તે અન્ય સાથે પણ સંકળાયેલો હતો.
  • જોકે અક્ષય કુમારે તે સમયે શિલ્પાની કોઈ બાબતે પ્રતિક્રિયા આપી નહોતી. જોકે શિલ્પા શેટ્ટીએ પોતાના તૂટેલા દિલ અને પ્રેમની વ્યથા બધા પાસે રજૂ કરી હતી.

શું કહ્યું હતું શિલ્પાએ અક્ષય વિશે

  • વર્ષ 2000માં શિલ્પાએ આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અક્ષય કુમારે તેને છેતરી હતી. અને જ્યારે અક્ષયની બેવફાઈ તેની સામે આવી ત્યારે અક્ષય સાથેના બધા જ સંબંધો તોડી નાખ્યા હતા. ત્યાં સુધી કે તેણે ક્યારેય પ્રોફેશનલ રીતે પણ અક્ષય કુમાર સાથે કામ ન કર્યું. સાથે જ આ સમયે શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે તેને ટ્વિકલ સામે કઈ ફરિયાદ નથી, કારણ કે અક્ષય કુમારે છેતરપિંડી કરી છે.
  • શિલ્પા શેટ્ટીએએ બળાપો કાઢતા કહ્યું હતું કે અક્ષય કુમારે મારો ઉપયોગ કર્યો હતો અને મને ત્યારે છોડી દીધી જ્યારે તેને કોઈ બીજું મળી ગયું. હું જો કોઇનાથી નારાજ છું તો તે અક્ષય કુમાર છે મને ખબર છે કે ક્યારેક તેનો પણ સમય આવશે, પોતાના ભૂતકાળને ભૂલવો સહેલો નથી. જોકે હું એટલી મજબૂત છું કે હું દુ:ખમાંથી બહાર આવી શકી છું. આજના સમયમાં તે મારી જિંદગીનું ભૂલાયેલું પાનું છે પરંતુ હું તેની સાથે ક્યારેય કામ નહીં કરું.

બાઝીગરથી  કરી હતી બોલિવૂડમાં  એન્ટ્રી

  • તમને જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી બહુ પ્રતિભાશાળી અભિનેત્રી છે. અભિનય ઉપરાંત, તે ડાન્સર, નિર્માતા, લેખિકા, બિઝનેસ વુમન અને ભૂતપૂર્વ મોડલ પણ રહી ચુકી છે. શિલ્પા શેટ્ટીએ 1993માં શાહરૂખ ખાનની ફિલ્મ બાઝીગરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
  • મુંબઈમાં જન્મેલી અભિનેત્રીએ સેન્ટ એન્થોની ગર્લ્સમાંથી હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો હતો. અભિનેત્રી એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના છે. તે જ સમયે, તેણીએ તેના શાળા કોલેજના દિવસોમાં વોલી બોલની ટીમની કેપ્ટનશીપ પણ સંભાળી છે. ટીવી પર આજકાલ આ અભિનેત્રીનો દબદબો છે.
  • તે માત્ર આંતરરાષ્ટ્રીય રિયાલિટી શો બિગ બ્રધરનો ભાગ નથી રહી, પરંતુ તેણે વર્ષ 2007 માં શોની 5મી સીઝન પણ જીતી હતી.
SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Amul Milk:સારા સમાચાર! અમૂલે દૂધના ભાવ ઘટાડ્યા, નવા દરો તપાસો-India News Gujarat

Amul Milk: અમૂલે દૂધના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો...

Latest stories