HomeEntertainmentબૉલીવુડ એક્ટર સુશાંતસિંહની આત્મહત્યા મામલે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની થશે પૂછપરછ

બૉલીવુડ એક્ટર સુશાંતસિંહની આત્મહત્યા મામલે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની થશે પૂછપરછ

Date:

સુંશાતના મોત બાદ તેના ચાહકોમાં જાણે શોકની લાગણી છવાઈ ગઈ છે.અને આજે પણ તેના ચાહકો તેને યાદ કરીને દુ:ખ અનુભવે છે.ત્યારે આજે સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં મુંબઈ પોલીસે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરી રહી છે. અને સૂત્રોના મતે,ભણસાલી સવારે 11 વાગે ઘરેથી જુહૂ સ્થિત પોતાની ઓફિસ ગયા હતાં. અને ત્યાર પછી અહીંયા લીગલ ટીમની સાથે બાંદ્રા પોલીસ સ્ટેશન 12.45 વાગે આવ્યા હતાં.ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસના ગયા અઠવાડિયે સંદર્ભે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી તથા યશરાજ ફિલ્મ્સ કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માની પૂછપરછ માટે સમન પાઠવ્યું હતું.પોલીસ પહેલી જ વાર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરશે જ્યારે શાનુ શર્માની બીજીવાર પૂછપરછ કરવામાં આવશે. ત્યારે સુંશાતના મોત બાદ અનેક મોટા નામાંકિત લોકોની પુછતાછ ચાલી રહી છે.અને લોકો પણ આરતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે સુંશાતના મોતનો ભેદ જલદી ઉકેલાય.

SHARE
- Advertisement -

Related stories

Latest stories