Remembering Sushant:સુશાંતને યાદ કરીને રિયા ચક્રવર્તી ભાવુક-India News Gujarat
Remembering Sushant: દિવંગત સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની આજે એટલે કે 14 જૂનના રોજ બીજી ડેથ એનિવર્સરી છે. ચાહકો, મિત્રો તથા પરિવારે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને સુશાંતને યાદ કર્યો હતો. રિયા ચક્રવર્તીએ સુશાંત સાથેની તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘હું તને રોજ યાદ કરું છું.’ આ સાથે જ રિયાએ બ્લેક હાર્ટ ઇમોજી શૅર કરી હતી. આ તમામ ફોટોમાં રિયા તથા સુશાંત રોમેન્ટિક ટાઇમ સ્પેન્ડ કરતાં જોવા મળ્યાં હતાં.
સુશાંતની બહેને કહ્યું, ભાઈ તમે અમર રહો
સુશાંતની બહેન શ્વેતા સિંહે કહ્યું હતું, ભાઈ, તને તારું નશ્વર શરીર છોડે બે વર્ષ થઈ ગયા, પરંતુ તું તારી વેલ્યૂને કારણે અમર થઈ ગયો. દયા, કરુણા તથા સૌને પ્રેમ કરવો તારા ગુણ હતા. તું અનેક લોકો માટે ઘણું બધું કરવા માગતો હતો.
સુશાંતની બહેને કહ્યું અમે આવું કરવાનું ચાલુ રાખીશું
વધુમાં શ્વેતા સિંહે કહ્યું હતું, ‘અમે તારા સન્માનમાં તારા અદ્દભૂત ગુણો તથા આદર્શોનું અનુકરણ કરતાં રહીશું. ભાઈ, તે દુનિયાને સારી બનાવવા માટે બદલી નાખી છે અને તારી અનુપસ્થિતિમાં અમે આવું કરવાનું ચાલુ રાખીશું. આવો આપણે તમામ આજે દીવો પ્રગટાવીએ અને કોઈના ચહેરા પર હાસ્ય લાવવા માટે નિઃસ્વાર્થ ભાવે કર્મ કરીએ.’
14 જૂને મૃતઅવસ્થામાં મળ્યો હતો
સુશાંત 2020માં 14 જૂનના રોજ મુંબઈના ભાડાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. આ કેસમાં પહેલાં મુંબઈ ક્રાઇમ બ્રાંચે તપાસ કરી હતી. ત્યારબાદ આ તપાસ CBIને આપવામાં આવી હતી.