Ranveer Singh Net Worth: કરોડોનો માલિક રણવીર સિંહ હંમેશા ફંકી આઉટફિટ્સમાં જોવા મળે છે, લાખો રુપિયાના પહેરે છે શૂઝ-India News Gujarat
Ranveer Singh Net Worth: બોલિવુડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) તેની અનોખી પર્સનાલિટીથી જાણીતી છે, તેની ફેશન સેન્સ અને ધમાકેદાર ફિલ્મોના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે, આજે રણવીર સિંહ તેનો 37મો જન્મદિવસ (Ranveer Singh 37th Birthday) ઉજવી રહ્યો છે, આ તકે તેના ફેન્સ રણવીર સિંહ બોલિવુડમાં આટલા ટુંકા સમયમાં કઈ રીતે નામ બનાવ્યું અને તેની સેલેરી કેટલી છે, તો આજે અમે તમને આ તમામ વિશે જણાવીશું. રણવીર સિંહની ગણતરી ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી (Bollywood highest paid Actor)કરનાર અભિનેતામાં થાય છે, તો ચાલો જાણીએ કે રણવીર સિંહ કેટલા કરોડોનો માલિક છે,
ઈન્ડ્રસ્ટ્રીમાં એક અનોખી ઓળખ મેળવી છે
- સિંધી હિન્દુ પરિવારમાં જન્મેલો રણવીર સિંહ બાળપણથી જ એક્ટર બનવાનું સપનું જોતો હતો, રિપોર્ટ અનુસાર રણવીર સિંહ તેના સફળ કરિયરના કારણે ઈન્ડ્રસ્ટ્રીમાં એક અનોખી ઓળખ મેળવી છે, રણવીર સિંહની નેટવર્થ 223 કરોડથી પણ વધુ છે,
- અભિનેતાની કમાણી ફિલ્મોથી મળનારી ફી , જાહેરાતો અને સ્ટેજ શો પર નિર્ભર કરે છે, રણવીર સિંહ સૌથી વધુ કમાણી કરનાર સ્ટારથી જાણીતો છો, આટલું જ નહિ રણવીર પાસે અંદાજે 300 કરોડ રુપિયાની પ્રોપર્ટી પણ છે,
રણવીર સિંહને શૂઝનો શોખ છે
- રિપોર્ટસ મુજબ રણવીર કેટલીક ખાસ વસ્તુઓનો શોખીન છે, ફેશનેબલ સ્ટારમાં સામેલ રણવીરને શૂઝનો ખુબ શોખ છે, તેની પાસે શૂઝનું શાનદાર કલેક્શન છે.
- રણવીર સિંહ પાસે અંદાજે હજારથી પણ વધુ શૂઝ છે. જેની કિંમત 68 લાખ રુપિયા છે, જેને સાંભળી દરેક લોકો ચોંકી જાય છે.
રણવીર અનેક આલિશાન ઘરનો માલિક છે
- અભિનેતાની પાસે અનેક આલિશાન ઘર છે. રણવીરનું પર્સનલ રોકાણ અંદાજે 75 કરોડ હોવાનું જાણવામાં આવી રહ્યું છે,સાઉથ મુંબઈમાં અભિનેતા પાસે 8 કરોડ રુપિયાનું એક આલિશાન અપાર્ટમેન્ટ છે,
- ગોવામાં પણ એક બંગલો છે, જેની કિમત 9 કરોડથી પણ વધુ છે
એક ઝલક મેળવવા માટે ખુબ જ ઉત્સુક હોય
- રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. પછી તે ફિલ્મોમાં હોય કે વાસ્તવિક જીવનમાં. દીપિકા અને રણવીરના ચાહકો બંનેની એક સાથે એક ઝલક મેળવવા માટે ખુબ જ ઉત્સુક હોય છે.
- ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી, રણવીર અને દીપિકાએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા અને લગ્ન પછી પણ બંને ફિલ્મી પડદે એકબીજા સાથે કામ કરી રહ્યા છે.