HomeEntertainmentRanbir Alia film Brahmastra Box Office Collection crosses 300 crore :બોક્સ ઓફિસ...

Ranbir Alia film Brahmastra Box Office Collection crosses 300 crore :બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી-India News Gujarat

Date:

Ranbir Alia film Brahmastra Box Office Collection crosses 300 crore :બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી-India News Gujarat

Ranbir Alia film Brahmastra Box Office Collection crosses 300 crore :  બોક્સ ઓફિસ (box office)પર ફિલ્મ રિલીઝના પ્રથમ અઠવાડિયામાં બ્રહ્માસ્ત્ર (Brahmastra )બોક્સ ઓફિસ પર ધુમ મચાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મે શરુઆતના ત્રણ દિવસોમાં શાનદાર કમાણી કરી છે. ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થયાને આજે 7 દિવસ થયા છે એટલે કે અઠવાડિયામાં આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એટલે કે, 4 સાઉથની ભાષાઓમાં ડબ કરી દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવી છે. બ્રહ્માસ્ત્ર વર્લ્ડવાઈડ ગ્રૉસ કલેક્શન 300 કરોડ રુપિયાના આંકડાને પાર કરી ચૂક્યું છે.

બ્રહ્માસ્ત્રએ કર્યું 300 કરોડનું ક્લેક્શન

  • કરણ જોહરે બ્રહ્માસ્ત્રની સફળતાને પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. સફળતાપૂર્વક એક અઠવાડિયું પુરુ થયા બાદ બીજા સપ્તાહમાં એન્ટ્રીને લઈ કહ્યું લવ એન્ડ લાઈટે ગ્લોબલ બોક્સ ઓફિસ પર #1 પર રાજ કર્યું.

9 હજાર સ્ક્રીન પર આ ફિલ્મ રિલીઝ થઈ

  • સુત્રોનું માનીએ તો ફિલ્મે ભારતમાં 208 કરોડ રુપિયાનું ગ્રૉસ કલેક્શન કર્યું છે. દુનિયાભરમાં અંદાજે 308 કરોડ રુપિયાનો આંકડો પાર કરી લીધો છે.

પ્રથમ દિવસે 75 કરોડની કમાણી કરી

  • આ તો થઈ સમગ્ર વિશ્વની વાત, હવે માત્ર ભારતની વાત કરીએ તો બ્રહ્માસ્ત્રએ પ્રથમ દિવસે 36 કરોડ 42 લાખ, બીજા દિવસે 41 કરોડ 36 લાખ, ત્રીજા દિવસે 45 કરોડ 66 લાખ , ચોથા દિવસે 16 કરોડ 50 લાખ, પાંચમા દિવસે 12 કરોડ 68 લાખ, 6ઠ્ઠા દિવસે અંદાજે 11 કરોડ અને સાતમાં દિવસે અંદાજે 10 કરોડનું કલેક્શન કર્યું છે.

પ્રથમ સપ્તાહમાં 308 કરોડથી વધુનું કલેક્શન

  • આ સાથે એવું માનવામાં આવે છે કે, પ્રથમ સપ્તાહમાં ભારતમાંથી ‘બ્રહ્માસ્ત્ર’નું નેટ કલેક્શન 175 કરોડ રહ્યું છે, જ્યારે ગ્રોસ કલેક્શન 208 કરોડ હોવાનું માનવામાં આવે છે. આ રીતે ફિલ્મે પહેલા અઠવાડિયામાં 300 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. હવે જોવાનું એ રહે છે કે બીજા સપ્તાહમાં ફિલ્મ અને તેનું કલેક્શન કેટલું આગળ વધે છે.
SHARE

Related stories

Latest stories