Rana Daggubati :બાહુબલીના ‘ભલ્લાલદેવ’ને ફેન્સ પર આવ્યો ગુસ્સો-India News Gujarat
Rana Daggubati : સાઉથ સિનેમામાં (South Cinema) એવા ઘણા કલાકારો છે, જેમના ફેન્સ આખી દુનિયામાં છે. આમાંથી એક રાણા દગ્ગુબાતીનું (Rana Daggubati) નામ છે. સાઉથની દુનિયામાં એક્ટર રાણા દગ્ગુબાતીએ પોતાની એક્ટિંગના આધારે ઘણી સફળતા મેળવી છે. હાલમાં જ તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના પરિવાર સાથે તિરુપતિ મંદિરના દર્શન કરવા ગયા છે. જ્યાં તેના ફેન્સ તરફથી સેલ્ફીની માંગ પર એક્ટર ગુસ્સે થઈ ગયો અને તેનો ફોન છીનવી લીધો.
- વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે મંદિરમાં દર્શન કરવા આવેલા રાણા દગ્ગુબાતીને જોઈને ફેન્સ ભેગાં થઈ જાય છે. આજુબાજુના લોકો પોતાના કેમેરામાં તેમની તસવીરો લઈ કરી રહ્યાં છે. આ દરમિયાન તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ પણ જોવા મળી રહી છે. ત્યારે અચાનક એક ફેન સેલ્ફી માટે અપીલ કરે છે.
- જેના પર એક્ટરે તેના હાથમાંથી ફોન છીનવી લીધો હતો. તે દરમિયાન તેને ફેનને ફોન પણ પરત કર્યો હતો. પરંતુ રાણાની આ સ્ટાઈલ જોઈને લાગ્યું કે તેને મંદિર જેવા પવિત્ર સ્થળે સેલ્ફી લેવા જેવી વસ્તુઓ પસંદ નથી.
પરિવાર સાથે દર્શન કરવા પહોંચ્યો હતો રાણા દગ્ગુબાતી
- તમને જણાવી દઈએ કે રાણા દગ્ગુબાતી તિરુપતિ મંદિરમાં પોતાની પત્ની અને પરિવાર સાથે દર્શન કરવા પહોંચ્યો હતો. તેની સાથે તેની પત્ની મીહિકા બજાજ અને પિતા ડી સુરેશ બાબુ પણ હતા. રાણાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ફેનને ફોન પાછો આપતી વખતે એક્ટર કહી રહ્યો છે કે મંદિર સેલ્ફી લેવાની જગ્યા નથી. સોશિયલ મીડિયા પર તેની સ્ટાઈલના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
વર્ષ 2020માં થયા હતા લગ્ન
- રાણા દગ્ગુબાતીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તેને ઘણી તમિલ ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેને તેની ઓળખ બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’થી મળી હતી . જેમાં તેને વિલન ભલ્લાલદેવનું પાત્ર ભજવ્યું હતું. પર્સનલ લાઈફમાં તેને વર્ષ 2020માં તેની ગર્લફ્રેન્ડ મીહિકા બજાજ સાથે લગ્ન કર્યા. તેમના લગ્નમાં માત્ર 50 લોકો જ હાજર રહ્યા હતા, જેમાં પરિવાર અને નજીકના મિત્રોના નામ હતા. સોશિયલ મીડિયા પર રાણા અને મીહિકાના લગ્નની તસવીરો અને વીડિયો પણ ખૂબ વાયરલ થયા હતા.