Prakash Raj: બોલિવૂડ એક્ટર પ્રકાશ રાજની મુશ્કેલીઓ વધી રહી છે. પ્રણવ જ્વેલર્સ મની લોન્ડરિંગ કેસમાં EDએ પ્રકાશ રાજને સમન્સ પાઠવ્યા છે. ત્રિચી સ્થિત ભાગીદારી પેઢી, પ્રણવ જ્વેલર્સ વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસ કેસમાં EDએ અભિનેતા પ્રકાશ રાજને સમન્સ જારી કર્યા છે.
પ્રકાશ રાજ આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે.
પ્રણવ જ્વેલર્સ પર ઉચ્ચ વળતરના વચન સાથે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમની આડમાં જનતા પાસેથી 100 કરોડ રૂપિયા લેવાનો આરોપ છે. પ્રકાશ રાજ આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર હતા. જેના કારણે તે “તપાસ હેઠળ” છે. પોન્ઝી સ્કીમ ચલાવવાના આરોપમાં EDએ સોમવારે કંપની પર દરોડા પાડ્યા હતા.
જનતા સાથે દગો કર્યો
આ બાબત અંગે, EDએ જણાવ્યું હતું કે “તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું છે કે પ્રણવ જ્વેલર્સ અને અન્ય વ્યક્તિઓએ સોનાના દાગીના ખરીદવાની આડમાં નકલી સંસ્થાઓ/પ્રવેશ પ્રદાતાઓને જાહેર નાણાં ટ્રાન્સફર કરીને જનતા સાથે છેતરપિંડી કરી છે.” જેમાં તપાસ દરમિયાન અનેક દસ્તાવેજો મળી આવ્યા હતા. તેમજ 23.70 લાખની રોકડ અને 11.60 કિલો વજનના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે.