HomeEntertainmentNZ vs ENG : ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત-India...

NZ vs ENG : ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત-India News Gujarat

Date:

NZ vs ENG : ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત-India News Gujarat

NZ vs ENG : પસંદગીકારોએ ટીમમાં કેટલાક નવા ખેલાડીઓને પણ તક આપી છે. આ વર્ષે ટી20 (T20 Cricket) અને વન-ડે (ODI) ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલને (Michael Bracewell) ટીમમાં જગ્યા મળી છે.

  • ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15 મી સિઝન પુરી થયા બાદ થોડા સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત થઇ જશે. જેના ભાગ રૂપે ઈંગ્લેન્ડ (England Cricket) ની ટીમ ન્યુઝીલેન્ડ સામે 3 મેચની ટેસ્ટ સીરિઝ રમશે. ત્યારે ઇંગ્લેન્ડ ટીમ સામેની 3 મેચની ટેસ્ટ સીરિઝ માટે ન્યુઝીલેન્ડ (New Zealand Cricket) ની ટીમની જાહેરાત કરવામાં આવી છે.
  • સુકાની કેન વિલિયમ્સન (Kane Williamson) ની ટીમમાં વાપસી થઈ છે. કેન વિલિયમસન નવેમ્બર 2021 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તમને જણાવી દઇએ કે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે જૂનમાં ટેસ્ટ શ્રેણી રમાશે.

NZ ક્રિકેટ ટીમમાં કેટલાક નવા ખેલાડીઓને પણ તક આપી

  • પસંદગીકારોએ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમમાં કેટલાક નવા ખેલાડીઓને પણ તક આપી છે. આ વર્ષે T20 અને ODI ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલને ટીમમાં જગ્યા મળી છે. વિકેટકીપર કેમ ફ્લેચર, ઝડપી બોલર બ્લેર ટિકનર અને ઓપનર હેમિશ રધરફોર્ડને 20 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
  • મહત્વનું છે કે 29 મેના રોજ આઈપીએલ 2022 પુરી થયા બાદ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓ તરત જ આ સીરિઝ માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દેશે.
  • આ સિવાય સ્પિનર ​​રચિન રવિન્દ્રની પણ ટીમમાં વાપસી થઈ છે. ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ડ અને હેનરી નિકલાસ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ થયા છે. બંને ટીમો વચ્ચે 2 જૂનથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (Lords Cricket Ground) પર રમાશે.

ગત વર્ષે ઇંગ્લેન્ડના પ્રવાસે કિવીની ટીમે ટેસ્ટ સીરિઝ 1-0થી જીતી લીધી હતી

  • તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડ (New Zealand Cricket) ની ક્રિકેટ ટીમે ગયા વર્ષે પણ ઈંગ્લેન્ડ (England Cricket) નો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમ્યાન ન્યુઝીલેન્ડની ક્રિકે ટટીમે 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0 થી જીત મેળવી હતી.
  • ઈંગ્લેન્ડને હરાવીને ન્યૂઝીલેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. WTC ફાઇનલમાં કિવી ટીમનો ભાગ બનેલા 15 ખેલાડીઓમાંથી 13 ખેલાડીઓને ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં જગ્યા મળી છે.

New Zealand ની ટેસ્ટ સીરિઝ માટેની ટીમ આ પ્રમાણે છેઃ

  • કેન વિલિયમ્સન (સુકાની), ટોમ બ્લેન્ડલ, ટ્રેન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, ડી ગ્રાન્ડહોમ, જેકબ ડફી, કેમેરોન ફ્લેચર, મેટ હેનરી, કાયલ જેમીસન, ટોમ લાથમ, ડેરીલ મિશેલ, હેનરી નિકોલ્સ, ઈજાઝ, રચિન રવિન્દ્ર, હેમિશ રધરફોર્ડ, ટીમ સાઉથ બ્લેર ટિકનર, નીલ વેગનર અને વિલ યંગ.

તમે આ પણ વાંચી શકો છો :IPL 2022: Sunil Gavaskar કહ્યું- બેટ્સમેનોએ Umran Malikના ઝડપી બોલને કેવી રીતે રમવું

તમે આ પણ વાંચી શકો છો :IPL 2022 :Dhoni Used a 12 Year Old Trick : ધોનીએ 12 વર્ષ જૂની એવી ટ્રિક વાપરી

 

 

SHARE

Related stories

Latest stories