Navratri 2022 : નવરાત્રી અને બોલિવૂડનું ખાસ કનેક્શન, આ ગીતો જબરદસ્ત હિટ સાબિત થયા છે-India News Gujarat
Navratri 2022: આ વર્ષે શારદીય નવરાત્રી (Navratri 2022) 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ જ કારણ છે કે દેશભરમાં ભક્તિમય માહોલ છવાયો છે. સાથે જ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ ભક્તિમાં ડૂબેલી જોવા મળી રહી છે. ફિલ્મ સ્ટાર્સે પણ આ પૂજાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને માતાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ઉત્સવના અવસર પર ફિલ્મો રજૂ કરવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે. ફિલ્મોની વાત કરીએ તો બોલીવુડ ( Bollywood)ની ઘણી એવી ફિલ્મો છે જેમાં નવરાત્રીના તહેવારને શાનદાર રીતે રજુ કરવામાં આવી છેફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી નવરાત્રિને ફિલ્મોમાં રજુ કરવા માટે પ્રખ્યાત છે.
- ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ ફિલ્મમાં એશ્વર્યા રાયને એક ગુજરાતી છોકરી તરીકે દેખાડવામાં આવી હતી. આ ફિલ્મમાં નવરાત્રીનો તહેવાર અને પુજન શાનદાર રીતે દેખાડવામાં આવ્યો છે.
- આ સિવાય રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’માં પણ નવરાત્રીના તહેવારની ઉજવણી કરવામાં આવી છે. આ તહેવાર પર ફિલ્મમાં એક ધમાકેદાર ગીત પણ આધારિત છે.
- આયુષ શર્મા અને વરીના હુસૈનની લવયાત્રીમાં પણ નવરાત્રિનું સેલિબ્રશેન જોવા મળ્યું હતુ, ફિલ્મમાં Chogada ટાઈટલનું ગીત હિટ થયું હતુ.
- શાહરુખ ખાન અને પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનની ફિલ્મ રઈસમાં પણ નવરાત્રિનું સેલિબ્રેશન રજુ કરવામાં આવ્યું હતુ. આ ફિલ્મમાં ગીત ઉડી ઉડી જાઈ આ તહેવાર પર આધારિત છે.
- સુશાંત સિંહ રાજપૂત, રાજ કુમાર રાવ અને અમિત સાધ સ્ટારર ફિલ્મ ‘કાઈ પો છે’માં પણ નવરાત્રિના તહેવારની ઉજવણી જોવા મળી હતી. આ ફિલ્મનું એક ગીત ‘શુભારંભ’ આ તહેવારના વાતાવરણ સાથે શૂટ કરવામાં આવ્યું છે.રસપ્રદ વાત એ છે કે આ તમામ ફિલ્મોમાં દર્શાવવામાં આવેલા નવરાત્રી સ્પેશિયલ ગીતો જબરદસ્ત હિટ સાબિત થયા છે.