HomeEntertainmentMan Vs Wild:Bear Grylls સાથે જંગલમાં રણવીર સિંહને બજરંગ બલી યાદ આવ્યા-India...

Man Vs Wild:Bear Grylls સાથે જંગલમાં રણવીર સિંહને બજરંગ બલી યાદ આવ્યા-India News Gujarat

Date:

Man Vs Wild:Bear Grylls સાથે જંગલમાં રણવીર સિંહને બજરંગ બલી યાદ આવ્યા-India News Gujarat

Man Vs Wild : બોલિવુડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) પોતાની એક્ટિંગ માટે જાણીતો છે પરંતુ તે પોતાના દમદાર અંદાજ માટે પણ જાણીતો છે, કેટલાક સમયથી મીડિયા પર સમાચાર ચાલી રહ્યા છે કે, તે બિયર ગ્રિલ્સ (Bear Grylls)ની સાથે ‘Man Vs Wild‘માં આવનાર છે. આ શોમાં તે એડવેન્ચર ટ્રિપ જનાર છે હાલમાં આ શોનું ટ્રીઝર સામે આવ્યું છે જેના લોકો વખાણ કરી રહ્યા છે. હવે આ શોનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં તમને રણવીર સિંહ જોવા મળશે. આ ટ્રેલરમાં તે છેલ્લે બિયર ગ્રિલ્સને જય બજરંગ બલી બોલવાનું પણ શીખવાડે છે.

રિલીઝ થયુ રણવીર સિંહના શોનું ટ્રેલર

  • 24 જૂન 2022ના બિયર ગ્રિલ્સના ફેમસ શો ‘Man Vs Wild’નું ટ્રેલર નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવ્યું છે આ ટ્રેલરને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.
  • રણવીર સિંહ આ ટ્રેલરમાં કેટલાક સ્ટંટ કરતો જોવા મળ્યો છે. આખા વીડિયોમાં એક રીંછની પાછળ દોડતો જોવા મળી રહ્યો છે સાથે આ ટ્રેલરમાં તેમણે દિપીકા પાદુકોણને લઈને પણ અનેક વાતો કહી છે તેમણે કહ્યું કે, દિપીકાના પ્રેમને લઈ તે આવુ કરી શક્યો. તેમણે કહ્યું મારા જેવો પ્રેમી દુનિયામાં ક્યાંય જોવા મળશે નહિ

રણવીર સિંહ જોરદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે

  • ટ્રેલરમાં રણવીર સિંહ ક્યારેક પહાડો પરથી તો ક્યારેક હેલિકોપ્ટર પરથી કૂદતો જોવા મળે છે. ક્યારેક તે દીપિકા પાદુકોણ માટે પહાડો પર ખીલેલાં ફૂલો તોડી રહ્યો છે.
  • તે આ ફૂલ વિશે કહે છે કે આ એક એવું ફૂલ છે જે સુકતું નથી. ટ્રેલરની શરૂઆત સનરાઇઝથી થાય છે અને ત્યારબાદ રણવીર સિંહનો અવાજ આવે છે જિદ્દ

રણવીર સિંહનો આ શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે

  • તમને જણાવી દઈએ કે, રણવીર સિંહ જલ્દી જ ‘મેન વર્સેસ વાઇલ્ડ’માં જોવા મળશે. આ શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
  • જો કે રણવીર સિંહની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ બોક્સ ઓફિસ પર કંઈ કમાલ બતાવી શકી નથી, પરંતુ લોકોને તેના શોથી ઘણી આશાઓ છે.
SHARE

Related stories

Stock Exchange : સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ : INDIA NEWS GUJARAT

સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ...

Affordable Housing : અર્ધ-શહેરી ભારતમાં સેવાઆપવા માટે SMFG ગૃહશક્તિનો અનેરો અભિગમ : INDIA NEWS GUJARAT

વિકાસના ઉત્પ્રેરક તરીકે અફોર્ડેબલ હાઉસિંગ : અર્ધ-શહેરી ભારતમાં સેવા...

Latest stories