KUTCHI KOYAL GEETA RABARI’S SINGING CONTRIBUTION FOR UKRAINE VICTIMS-યુક્રેન પીડીતો માટે કચ્છી કોયલ ગીતા રબારીનું ગાયકી યોગદાન-INDIA NEWS GUJARAT
AMERICA DALLAS TEXAS : સુરત ગુજરાતી લેવા પટેલ સમાજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી લોકડાયરાનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અનેક લોકો ત્યાં ઘર વિહોણાની સાથે ધંધા રોજગાર પણ પડી ભાગતાં પાયમાલ થઈ રહ્યા છે રોજિંદા કમાતા લોકોની સ્થિતિ કફોડી હાલતમાં છે , જેનાથી સમગ્ર દુનિયા વાકેફ છે પણ તેની ઉપર કામ કરી અને આપણા સંસ્કારને અમલમાં મુકવા એ ભાગ્યેજ જોવા મળતું હોય છે ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં આપણી ગુજ્જુ કોયલ GEETA RABARI આગળ આવી છે.-INDIA NEWS GUJARAT
કચ્છી કોયલ ગીતા રબારીનું ગાયકી યોગદાન
યુક્રેનમાં વસ્તા લગભગ ભારતીયોને હેમખેમ ભારત પહોચાડવા વર્તમાન મોદી સરકાર તેમજ ખુદ વડાપ્રધાન મોદીજીએ ખાસ રસ લઈને ભારતીયો માટે પ્લેન તેમજ ત્યાંની ભારતીય સંસ્થાઓને સેવાકીય આહવાન કરી સલામત સ્થળે તેમજ ભોજન તેમજ ભારત લાવવા સુધીની વ્યવસ્થાઓ કરેલ. મોદીજીની આ સેવાકીય પ્રવૃત્તિઓ થી પ્રેરીત થઈ, ત્યાંના લોકોનું કંઈ રીતે ભારતીયો પ્રત્યેનું ઋણ ઉતારવા લેઉવા પટેલ સમાજના અમેરિકા માં વસ્તા ચંન્દ્રકાંતભાઈ પટેલ તથા ઝેનભાઈ પટેલે અમેરિકામાં ભારતીય કાર્યક્રમના આયોજક એવા ભાવનાબેન મોદીને વાત કરતાં , તેમણે આ સેવાકીય કાર્યક્રમમાં સહયોગ આપવા ગુજરાતના ખ્યાતનામ લોક ગાયિકા ગીતાબેન રબારીનો સંપર્ક કરતાં ગીતાબેનને સંપૂર્ણ રીતે આ સેવાકાર્યમાં સાથ- સહકાર આપવાની ખાત્રી આપતાંની જ સાથે અમેરિકાના ડલાસ સીટીમાં ભજન – સંગીત અને સંતવાણી સાથે લોકડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકોએ ડોલર તેમજ પાઉન્ડનો વરસાદ ગીતાબેન ના ગીતો પર કરી $ 3,00,000 ( 2 કરોડ 25 લાખ રૂપિયા ) યુક્રેન યુધ્ધમાં બેહાલ થયેલ લોકોની મદદ માટે એકઠા થયા હતા.-INDIA NEWS GUJARAT
પ્રત્યેક્ષ અને પરોપકારીક રીતે કોઈપણ સેવાકીય કાર્ય ચોક્કસ સિદ્ધ થાય છે – ગીતા રબારી
આ સેવાકીય કાર્યક્રમ વિશે ગીતાબેન તેમજ ભાવનાબેન જણાવ્યું હતું કે પ્રત્યેક્ષ અને પરોપકારીક રીતે કોઈપણ સેવાકીય કાર્ય કરવામાં આવે તો ચોક્કસ પણે સિદ્ધ થાય છે તેનું પ્રમાણ અમેરિકામાં વસ્ત્તા ગુજરાતી સમાજે આપ્યું છે સહયોગ સ્વરૂપે સમાજ તરફથી બે કરોડ થી વધુની રકમ આ કાર્યક્રમમાં એકત્રીત થયેલ છે, આ સેવાકીય કાર્યક્રમની સફળતા માટે દેશ વિદેશથી ગીતાબેન રબારી, ભાવનાબેન મોદી, ચંદ્રકાંત પટેલ તથા ઝેન પટેલને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે જ્યારે આ કાર્યક્રમમાં અન્ય ગાયક તરીકે સની જાધવે ગીતાબેન સાથ આપ્યો હતો.-INDIA NEWS GUJARAT
આ પણ વાંચો : Amarnath yatra:કોરોનાના બે વર્ષ બાદ શરુ થશે અમરનાથ યાત્રા,શ્રાઇન બોર્ડે તારીખોની કરી જાહેરાત- INDIA GUJARAT NEWS