HomeEntertainmentKoffee with Karan s hamper:કોફી વિથ કરણના હેમ્પરમાં આવે છે આ આઈટમ-India...

Koffee with Karan s hamper:કોફી વિથ કરણના હેમ્પરમાં આવે છે આ આઈટમ-India News Gujarat

Date:

Koffee with Karan s hamper:કોફી વિથ કરણના હેમ્પરમાં આવે છે આ આઈટમ-India News Gujarat

Koffee with Karan s hamper: કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં (Koffee With Karan) ગેસ્ટને આપવામાં આવેલ ગિફ્ટ હેમ્પર ખૂબ જ મોંઘું છે. તેમાં ઘણી મોંઘી આઈટમ છે. આ શોમાં ઘણા મોટા સ્ટાર્સ ભાગ લે છે અને તેના વિશે ઘણી બાબતો ફેન્સને જાણવા મળે છે.

‘કોફી વિથ કરણ’ ખૂબ જ ચર્ચામાં

  • કરણ જોહરનો (Karan Johar) શો ‘કોફી વિથ કરણ’ ખૂબ જ ચર્ચામાં રહે છે અને પસંદ પણ કરવામાં આવે છે. આ સિનેમા જગતની મોટી મોટી હસ્તીઓ અહીં પહોંચે છે. અત્યારે ‘કોફી વિથ કરણ’ની (Koffee With Karan) 7મી સીઝન ચાલી રહી છે.
  • આ સિઝનના અત્યાર સુધીમાં 3 એપિસોડ આવી ચૂક્યા છે. પહેલા એપિસોડમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટે હાજરી આપી હતી. બીજા એપિસોડમાં સારા અલી ખાન અને જ્ન્હાવી કપૂર આવી હતી.
  • હાલમાં ત્રીજા અને લેટેસ્ટ એપિસોડમાં અક્ષય કુમાર સાથે સામંથા રૂથ પ્રભુ જોવા મળી હતી. કરણ જોહર સેલિબ્રિટીઓને જે પ્રશ્નો પૂછે છે, સ્ટાર્સ જે જવાબો આપે છે તે અંગે ઘણી ચર્ચા થાય છે.
  • એક્ટર અને એક્ટ્રેસના ઘણા ખુલાસા આ શોના માધ્યમથી જાણવા મળે છે. ક્યારેક તેમના પર વિવાદ પણ થાય છે.

ગિફ્ટ હેમ્પર વિશે લોકોમાં ઉત્સુકતા

  • આ શોમાં જે મહેમાનને ગિફ્ટ હેમ્પર આપવામાં આવે છે તે પણ લોકોમાં ચર્ચાનો વિષય છે. શોનો રેપિડ ફાયર સેગમેન્ટ દરેકની મનપસંદ છે, જેમાં જીતીને ગિફ્ટ હેમ્પર આપવામાં આવે છે.
  • તેમાં શું છે લોકો તે જાણવા માટે ઉત્સુક રહે છે તેમાં શું હોય છે. આ ગિફ્ટ હેમ્પર્સ ખૂબ ખર્ચાળ હોય છે અને તેમાં ઘણી મોંઘી આઈટમ હોય છે.

ગિફ્ટ હેમ્પરમાં છે આ વસ્તુઓ:

Tyaani જ્વેલરી

iPhone

iPad

સ્પીકર

કોફી મશીન

Jo Malone કેંડલ્સ

AJIO લક્ઝરી ગિફ્ટ્સ

આમિર ખાન બનશે આ શોનો ભાગ

  • આ શોની શરૂઆત ટેલિવિઝન પર 19 નવેમ્બર 2004ના રોજ થઈ હતી. ત્યારથી અત્યાર સુધી તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.
  • ફેન્સ રાહ જોવે છે કે ક્યારે આ સિઝનમાં આમિર ખાન અને શાહરૂખ ખાન આવશે. હાલમાં જ કરણ જોહરે પુષ્ટિ કરી હતી કે આમિર ખાન કોફી વિથ કરણ 7ની શોભા વધારશે. પરંતુ શાહરૂખ આ સિઝનથી દૂર રહેશે.

 

 

SHARE

Related stories

Latest stories