Know Who Talked To Whom?: કરનની પાર્ટીમાં કેટ-રણબીર-એશ-સલ્લુ એક જ છત નીચે ભેગા થયા -India News Gujarat
Know Who Talked To Whom? :બોલિવૂડ ડિરેક્ટર-પ્રોડ્યુસર કરન જોહરે 25 મેના રોજ 50મો જન્મદિવસ ધૂમધામથી સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ આવી હતી. પાર્ટીમાં સલમાન ખાન, ઐશ્વર્યા રાય, કેટરીના કૈફ, રણબીર કપૂર સહિતનાં સ્ટાર્સ હતાં. આ એક્સ-લવર્સ એકબીજા સાથે વાત પણ કરતાં નથી, પરંતુ કરનની પાર્ટીમાં એક જ છત નીચે ભેગાં થયાં હતાં.
પાર્ટીમાં કેટરીના એક્સ-બોયફ્રેન્ડ્સને મળી?
કેટરીના પતિ વિકી કૌશલ સાથે આવી હતી. પાર્ટીમાં કેટરીનાના બે પૂર્વ પ્રેમી સલમાન ખાન તથા રણબીર કપૂર આવ્યા હતા. પાર્ટીમાં તમામની નજર સલમાન ખાન, કેટરીના કૈફ, ઐશ્વર્યા રાય તથા રણબીર કપૂર પર હતી.
રણબીરે કેટરીના સામે જોયું સુધ્ધાં નહીં
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કરનની પાર્ટીમાં રણબીર કપૂર માતા નીતુ સિંહ તથા ખાસ ફ્રેન્ડ અયાન મુખર્જી સાથે બિઝી રહ્યો હતો. તેણે પોતાના નિકટના મિત્રો સાથે ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. તેણે કેટરીના સામે જોયું સુધ્ધાં નહોતું. ઉલ્લેખનીય છે કે કેટરીના તથા રણબીર લિવ-ઇનમાં સાથે રહ્યાં હતાં. જોકે નીતુ સિંહને આ સંબંધ પસંદ નહોતો તેથી જ રણબીરે તોડી નાખ્યો હતો. રણબીરે 14 એપ્રિલે આલિયા સાથે લગ્ન કર્યા હતા, જ્યારે કેટરીનાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજસ્થાનમાં વિકી કૌશલ સાથે ફેરા ફર્યાં હતાં.
સલમાન-કેટરીનાનું રિએક્શન કેવું હતું?
સલમાન તથા કેટરીના એક સમયે એકબીજાના ગાઢ પ્રેમમાં હતાં. જોકે પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. બ્રેકઅપ બાદ પણ બંને વચ્ચે મિત્રતા છે. બંને ફિલ્મ ‘ટાઇગર 3’માં સાથે કામ કરી રહ્યાં છે. કરનની પાર્ટીમાં સલમાન તથા કેટરીનાએ એકબીજા સામે સ્માઇલ આપી હતી અને હાય-હેલ્લો કર્યું હતું. પાર્ટીમાં કેટરીના પતિ તથા અન્ય મિત્રો સાથે વાતો કરતી હતી.
કરનની પાર્ટીમાં અભિષેક-સલમાન સામ-સામે આવ્યા
પાર્ટીમાં સલમાન એકલો જ આવ્યો હતો. પાર્ટીમાં સલમાન ખાન તથા અભિષેક સામ-સામે આવ્યા હતા. જોકે બંને જે રીતે એકબીજાને મળ્યા એનાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે બંને વચ્ચે કોઈપણ પ્રકારના મતભેદ નથી.
સલમાનને જોઈને અભિષેકે શું કર્યું?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અભિષેક બચ્ચન તથા ઐશ્વર્યા રાય રાત્રે 12.30 વાગે પાર્ટીમાં આવ્યાં હતાં. સલમાન ખાન 1.15 વાગે આવ્યો હતો. અભિષેકે જ્યારે સલમાનને જોયો તો તે તરત જ મળવા પહોંચી ગયો હતો. બંને ડાન્સ ફ્લોર પર ગયા હતા. જ્યાં સુધી અભિષેક તથા સલમાન ખાન સાથે હતાં ત્યાં સુધી ઐશ્વર્યા બંનેથી દૂર રહી હતી.
2002માં બંનેનું બ્રેકઅપ થયું
ઐશ્વર્યા એક્ટર સલમાન સાથે વાત કરવાનું હંમેશાં ટાળે છે. જોકે સલમાનને જ્યારે પણ ઐશ્વર્યા અંગે પૂછવામાં આવે તો તે રિસ્પેક્ટ સાથે જવાબ આપતો હોય છે. ઉલ્લેખનીય છે કે સલમાન તથા ઐશ્વર્યાએ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. વર્ષ 2002માં બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું.