KL Rahul-Athiya Shetty Wedding News : KL રાહુલ અને આથિયા શેટ્ટી બંધાશે લગ્નના બંધનમાં ? -India News Gujarat
ટૂંક સમયમાં આથિયા શેટ્ટી ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) સાથે લગ્ન કરી શકે છે. આથિયા(Athiya Shetty) અને કેએલ રાહુલ લાંબા સમયથી સાથે છે. આવી સ્થિતિમાં હવે ચર્ચા તેજ થઈ રહી છે કે, (Athiya Shetty) અને (KL Rahul) પણ તેમના સંબંધોને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે તૈયાર છે.
- આ દિવસોમાં બોલિવૂડમાં એક પછી એક સેલેબ્સના લગ્નના સમાચારો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સુનીલ શેટ્ટીની (Suniel Shetty) પુત્રી આથિયા શેટ્ટીના (Athiya Shetty) લગ્નની ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ છે. અહેવાલ છે કે ટૂંક સમયમાં આથિયા શેટ્ટી(Athiya Shetty) ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) સાથે લગ્ન કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આથિયા અને કેએલ રાહુલ લાંબા સમયથી સાથે છે, આવી સ્થિતિમાં હવે ચર્ચા તેજ થઈ રહી છે .
- આથિયા અને કેએલ રાહુલ (KL Rahul) પણ તેમના સંબંધોને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે તૈયાર છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષે કપલ સાત ફેરા લઈ શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટર (KL Rahul) અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી(Athiya Shetty) દક્ષિણ ભારતીય રીત-રિવાજો (South Indian wedding ceremony) સાથે લગ્ન કરશે.
KL Rahul-Athiya Shetty Wedding:KL Rahul ને લઈને ખૂબ જ ખુશ છે આથિયાનો પરિવાર
શેટ્ટી પરિવાર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, અહેવાલ છે કે અથિયાના પરિવારે તેના લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આથિયાનો(Athiya Shetty) પરિવાર કેએલ રાહુલ ( KL Rahul )અને તેમના સંબંધોને લઈને ખૂબ જ ખુશ છે. આવી સ્થિતિમાં, જો બધું બરાબર રહ્યું તો એવું માનવામાં આવે છે કે વર્ષ 2022ના અંત સુધીમાં,કેએલ રાહુલ (KL Rahul)અને અથિયા પણ લગ્ન કરી લેશે અને હસબન્ડ વાઇફ બની જશે.
KL Rahul-Athiya Shetty Wedding: દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ પ્રમાણે કરશે લગ્ન
સુનીલ શેટ્ટી મેંગલોરના મુલ્કીનો રહેવાસી છે અને મેંગલોરિયન તુલુ પરિવારનો છે. જેના કારણે લગ્નની તમામ તૈયારીઓ દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ મુજબ કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે સુનીલ શેટ્ટીનો જમાઈ કેએલ રાહુલ ( KL Rahul) પણ મેંગલોરનો રહેવાસી છે. આવી સ્થિતિમાં, આ દક્ષિણ ભારતીય લગ્ન બંને તરફથી ખૂબ જ ધામધૂમથી થશે. હાલમાં સુનીલ શેટ્ટી તરફથી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ (KL Rahul)ના લગ્નને લઈને કોઈ કન્ફર્મ થયેલા સમાચાર નથી.
KL Rahul-Athiya Shetty Wedding :આથિયા શેટ્ટી તેના સંબંધોને લઈને ઘણા સમયથી ચર્ચામાં
નોંધનીય છે કે, સુનીલ શેટ્ટીની પુત્રી અભિનેત્રી આથિયા શેટ્ટી(Athiya Shetty) તેના સંબંધોને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. તેનો બોયફ્રેન્ડ અને ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) દરરોજ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તસવીરો શેયર કરતો રહે છે. આથિયા (Athiya Shetty)અને કેએલ રાહુલ (KL Rahul) બધાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તાજેતરમાં (18 એપ્રિલ) કેએલ રાહુલ (KL Rahul)નો જન્મદિવસ હતો. આ ખાસ દિવસે આથિયા શેટ્ટીએ(Athiya Shetty) તેના ઇન્સ્ટાગ્રામ પર કેએલ રાહુલ સાથે પોતાની એક રોમેન્ટિક તસવીર શેયર કરી છે. આ બંનેને એકસાથે જોઈને ચાહકો પણ ઘણા ખુશ થયા હતા.
તમે આ પણ વાંચી શકો છો –PM એ WHO ચીફને આપ્યું ‘તુલસીભાઈ’ નામ
તમે આ પણ વાંચી શકો છો –YOG GARBA CERTIFICATE COURSE IN VEER NARMAD UNIVERSITY: ગુજરાતનું લોકનૃત્ય એવા ગરબાને સર્ટિફિકેટ કોર્ષ તરીકે શરૂ કરાશે