HomeEntertainmentKhel Mahakumbh 2.0/ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રજીસ્ટ્રેશનના કર્ટેન રેઈઝર કાર્યક્રમ/India News Gujarat

Khel Mahakumbh 2.0/ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રજીસ્ટ્રેશનના કર્ટેન રેઈઝર કાર્યક્રમ/India News Gujarat

Date:

ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રજીસ્ટ્રેશનના કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં મેયર, મ્યુ.કમિશનર, વિદ્યાર્થીઓ-શિક્ષકો સુરતથી વર્ચ્યુઅલી જોડાયા

ખેલ મહાકુંભનાં દ્રિતિય સંસ્કરણના રજીસ્ટ્રેશન માટેનો કર્ટેન રેઈઝર કાર્યક્રમ આજ રોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ડે.મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ, મ્યુ.કમિશનરશ્રી શાલિની અગ્રવાલ સહિત મહાનગરપાલિકાના પદાધિકારી-અધિકારીઓ, સ્પોર્ટસ સેલના કર્મચારીઓ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સુમન શાળાઓના વિદ્યાર્થીઓ-શિક્ષકો પણ વિવિધ સ્થળો તેમજ શાળાઓમાંથી વર્ચ્યુઅલી જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમ રસપૂર્વક માણ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વર્ષ-૨૦૩૬ ના ઓલિમ્પિક ગેઈમ્સ માટે ભારતની દાવેદારીને ધ્યાને લઈ રાજ્યના રમતવીરોને પણ ખેલ મહાકુંભ થકી તૈયારી કરવા માટે અપીલ કરી હતી.
રમત-ગમત મંત્રીશ્રી હર્ષ સંઘવીએ દિવ્યાંગજનો માટે ખાસ આયોજન, નવી રમતોનો સમાવેશ, એક કરતા વધુ રમતોમાં ભાગ લેવા માટેની તકો અને પ્રોત્સાહક ઈનામોની જાહેરાત કરી હતી.સુરત મહાનગરપાલિકા પદાધિકારી-અધિકારીઓએ પણ સુરત શહેરના વધુમાં વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભમાં જોડાય તે માટે ભારપૂર્વક અપીલ કરી હતી.

SHARE

Related stories

Latest stories