HomeEntertainment'Kabaddi Competition-2023'/'કબડ્ડી સ્પર્ધા-૨૦૨૩'માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહીને રમતવીરોનો ઉત્સાહ વધાર્યો/India...

‘Kabaddi Competition-2023’/’કબડ્ડી સ્પર્ધા-૨૦૨૩’માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહીને રમતવીરોનો ઉત્સાહ વધાર્યો/India News Gujarat

Date:

‘મારી માટી મારો દેશ’ અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત ‘કબડ્ડી સ્પર્ધા-૨૦૨૩’માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહીને રમતવીરોનો ઉત્સાહ વધાર્યોઃ

‘જય હિંદ’ અને ‘કબડ્ડી-કબડ્ડી’ નારા સાથે કબડ્ડી સ્પર્ધા યોજાઈઃ

મહિલા ટીમમાં સુરત હેડકવાર્ટરની ટીમ તથા પુરૂષ ટીમમાં ઝોન-૩ની ટીમ વિજેતા બનીઃ

માટી સાથે જોડાયેલી મૂળભૂત રમતો પ્રત્યે લોકોની રૂચિ વધારવા, ખેલકૂદના માધ્યમથી ખેલદિલીનું વાતાવરણ સર્જવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ: ગૃહ રાજ્યમંત્રી

‘મારી માટી મારો દેશ’ અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત ‘કબડ્ડી સ્પર્ધા-૨૦૨૩’માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહીને રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ,અઠવાલાઈન્સ ખાતે આયોજિત ફાઈનલ સ્પર્ધામાં ઝોન-૫ની ટીમને ૯ પોઈન્ટની સામે સુરત હેડકવાર્ટરની મહિલા ટીમ ૫૩ પોઈન્ટ સાથે વિજેતા બની હતી. જયારે પુરુષ સ્પર્ધામાં સુરત હેડકવાર્ટરની ટીમને ૩૫ પોઈન્ટ મળ્યા હતા જયારે તેની હરીફ ઝોન-૩ની ટીમ ૪૧ પોઈન્ટ મેળવીને વિજેતા જાહેર થઈ હતી. મહિલા ટીમ અને પુરૂષ ટીમને રૂા.૩૧ હજારના ઈનામ સાથેની વિજેતા ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદીના લડવૈયાઓ, સરહદના સૈનિકોને ભાવાંજલિ અર્પણ કરવા માટે વડાપ્રધાનએ સમગ્ર ભારતમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ શરૂ કર્યો છે. દેશના તમામ ગામોની માટીને તાલુકા-જિલ્લાથી લઈને દિલ્હીના કર્તવ્યપથ પર લઈને અમુત વાટિકાનું નિર્માણ કરવામાં આવશે.
મંત્રીએ કહ્યું કે, આજના ટેકનોલોજીના યુગમાં બાળકોને મોબાઈલ, કોમ્પ્યુટર જેવી રમતો પ્રત્યે વધારે લગાવ હોય છે, ત્યારે માટી સાથે જોડાયેલી મૂળભૂત રમતો સાથે લોકોની રૂચિ વધારવા, ખેલકૂદના માધ્યમથી લોકોને “મારી માટી, મારો દેશ” અભિયાન સાથે જોડીને તેમનામાં તંદુરસ્ત ખેલદિલીનું વાતાવરણ સર્જવાનો રાજ્ય સરકારનો પણ આગવો ઉદ્દેશ છે. પોલીસકર્મીઓની આંતરિક અને બાહ્ય ઉર્જામાં અભિવૃદ્ધિ થાય તેવા હેતુસર પવિત્ર માટી સાથે જોડાયેલી સ્પર્ધા યોજવા બદલ સુરત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમર, જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા, દ.ગુ.યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો.કે.એન.ચાવડા, ડી.સી.પી. (ટ્રાફિક) અમિતા વાનાણી, જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતન પટેલ, શહેરના અગ્રણીઓ, રમતવીરો, પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

SHARE

Related stories

Latest stories