અનુપમ ખેરે કશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા મુદ્દે ન્યાયની માંગ કરી
Justice For Rahul Bhatt:‘ધ કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મના આવ્યા બાદથી ભારતભરમાં કશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને આતંકવાદનો ચહેરો સામે આવ્યો હતો ત્યારે હાલે ફરી કશ્મીરમાં રાહુલ ભટ્ટની આતંકવાદીઓ દ્વારા કરાયેલી હત્યાએ ફરી સમગ્ર દેશ કશ્મીર પંડિતોને ન્યાય અપાવવા એક જુટ થયું છે ત્યારે બીલીવુડ એકટર અનુપમ ખેરે પણ….Justice For Rahul Bhattની માંગ ઉચ્ચારી છે..
Justice For Rahul Bhatt ની માંગ ઉચ્ચારી છે..કશ્મીરમાં આતંકવાદીઓએ કશ્મીરી પંડિતોને ધમકી આપી છે કે તેઓ કાશ્મીરમાંથી ચાલ્યા જાય. જમ્મુ-કશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ રાહુલ ભટ્ટની હત્યા કરી હતી, ત્યારે બોલીવૂડ એક્ટર અનુપમ ખેરે 12 મેએ કશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ (સરકારી કર્મચારી)ની હત્યા મુદ્દે ન્યાયની માંગ કરી છે. તેમણે અને કેટલાય નેટિજન્સે આ હત્યા બદલ ન્યાય માટે સોશિયલ મિડિયાનો સહારો લીધો હતો. અનુપમ ખેરે આ માટે એક પોસ્ટ પણ શેર કરી છે. અનુપમ ખેરે સવાલ કર્યો હતો કે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ને જૂઠી કહેનાર હવે શું કહેશે?
Justice For Rahul Bhatt:અનુપમ ખેરે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે એક પવિત્ર દોરો (જનોઈ) પહેરેલી એક વ્યક્તિની રચનાત્મક અને શક્તિશાળી ફોટો શેર કર્યો હતો, જે લોહીથી લથબથ છે. આ પોસ્ટ સાથે તેમણે રાહુલ ભટ્ટ માટે ન્યાયની માંગ કરી હતી. તેમણે લખ્યું હતું કે Justice For Rahul Bhatt”.
આ પણ વાંચી શકો :ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયા:Social media in election campaign:INDIA NEWS GUJARAT
આ પણ વાંચી શકો :રાજદ્રોહ નો કાયદો:Sedition Law:INDIA NEWS GUJARAT