Jacqueline Fernandez
Jacqueline Fernandez : બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ આજે દિલ્હી હાઉસ કોર્ટ પહોંચી હતી. 200 કરોડના મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કેસમાં તેમને સમન્સ મોકલવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝના વકીલોએ જામીન અરજી દાખલ કરી હતી, આ જ કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝના વચગાળાના જામીન 10 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આદેશ આપ્યો છે કે ED તમામ પક્ષકારોને દસ્તાવેજો પ્રદાન કરે. Jacqueline Fernandez , Latest Gujarati News
EDએ ચાર્જશીટ દાખલ કરી હતી
નોંધનીય છે કે 17 ઓગસ્ટે EDએ અભિનેત્રી જેકલીનને મની લોન્ડરિંગ કેસમાં આરોપી તરીકે નામ આપ્યું હતું. આરોપી બનાવાયા બાદ જેકલીનના વકીલે તેની જામીન અરજી દાખલ કરી હતી. આ દરમિયાન જેકલીન ફર્નાન્ડિસને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા હતા. આ કેસમાં રેગ્યુલર જામીન અરજી પર આજે સુનાવણી ચાલી રહી છે. Jacqueline Fernandez , Latest Gujarati News
આટલા કરોડની એફડી એટેચ કરવામાં આવી છે
નોંધનીય છે કે થોડા સમય પહેલા જેકલીનની 7.12 કરોડ રૂપિયાની એફડી ED દ્વારા એટેચ કરવામાં આવી હતી. અભિનેત્રી પર એવા પણ આરોપ છે કે જેક્લીને ચંદ્રશેખર પાસેથી 10 કરોડ રૂપિયાની મોંઘી ભેટ પણ લીધી હતી.
જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં EDએ પિંકી ઈરાની વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી હતી. પિંકીએ જ સુકેશનો પરિચય અભિનેત્રી જેકલીન સાથે કરાવ્યો હતો. આરોપ છે કે પિંકી ઈરાની જેકલીન માટે મોંઘી ગિફ્ટ્સ પસંદ કરતી હતી. Jacqueline Fernandez , Latest Gujarati News
તમે આ પણ વાંચી શકો છો – Dhanteras 2022 : આજથી ધનતેરસ, ખરીદીનું વિશેષ મહત્વ – India News Gujarat