HomeEntertainmentIND vs NZ: પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે મોટો ફેરફાર?-India News Gujarat

IND vs NZ: પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે મોટો ફેરફાર?-India News Gujarat

Date:

IND vs NZ: ભારતીય ટીમ બીજી વોર્મ-અપ મેચ માટે તૈયાર, પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે મોટો ફેરફાર?-India News Gujarat

  • IND vs NZ: ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચ જીત્યા બાદ ભારત હવે બીજી વોર્મ-અપ મેચ માટે તૈયારી કરી રહ્યું છે.
  • 19 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ (India vs New Zealand) સામે બીજી પ્રેક્ટિસ મેચ રમશે.
  • ભારતે ICC T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ની પ્રથમ પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં જીતી હતી.
  • ટીમ ઈન્ડિયા (Team India) એ આ મેચમાં 6 રનથી રોમાંચક જીત મેળવી હતી, જેણે ચાહકોને છેલ્લી ઓવર સુધી જકડી રાખ્યા હતા.
  • ભારત માટે, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે બેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો, જ્યારે મોહમ્મદ શમીએ 20મી ઓવર ફેંકીને તરખાટ મચાવી દીધો હતો.
  • હવે, પ્રથમ મેચ જીત્યા બાદ, ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસ ધરાવે છે અને બીજી વોર્મ-અપ મેચ માટે તૈયારી કરી રહી છે.
  • 19 ઓક્ટોબરે ભારતીય ટીમ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી પ્રેક્ટિસ મેચ રમશે.
  • આ મેચમાં કેટલાક ખેલાડીઓને આરામ અપાશે એમ માનવામાં આવી રહ્યુ છે. તેથી રોહિત શર્મા (Rohit Sharma) ની ટીમમાં મોટા ફેરફારની અપેક્ષા છે

સૂર્યકુમાર યાદવને આપી શકાય છે આરામ?

  • ફોર્મમાં રહેલા સૂર્યકુમાર યાદવને ન્યૂઝીલેન્ડ સામેની બીજી પ્રેક્ટિસ મેચમાંથી આરામ આપવામાં આવે તેવી શક્યતા છે.
  • તેના સ્થાને દીપક હુડા અથવા ઋષભ પંત પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે.
  • સૂર્યકુમાર ટીમ ઈન્ડિયા માટે સતત રમી રહ્યો છે. 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે હાઈ વોલ્ટેજ મેચ હોવાથી સૂર્યકુમાર તેમાં મહત્વની ભૂમિકા ભજવશે. આમ સૂર્યાને આરામ આપી શકાય એમ છે.

પંત-હુડામાંથી કોની પસંદગી થશે?

  • દીપક હુડા અને ઋષભ પંતને તેમના ફોર્મ શોધવા માટે યોગ્ય મેચ મળી નથી. તેમને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામેની બિનસત્તાવાર પ્રેક્ટિસ મેચમાં તક મળી હતી પરંતુ તે અસફળ રહ્યા હતા.
  • ઉપરાંત, પંત છેલ્લા કેટલાક મહિનાઓથી ફોર્મમાં નથી. પંતને ફોર્મ શોધવાની તક આપવામાં આવી શકે છે, જેને જરૂરીયા મુજબ બોલાવવામાં આવી શકે છે.
  • જો હુડ્ડા અને પંત બંનેને રમાડવામાં આવે તો ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરમાંથી કોઈ એક રોહિત, કોહલી અને કેએલ રાહુલને આરામ આપવો પડશે.
  • ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરે મેલબોર્ન સ્ટેડિયમમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
  • આ પહેલા ભારત 19 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે બીજી અને અંતિમ પ્રેક્ટિસ મેચ રમશે.
  • બંને વચ્ચેની વોર્મ-અપ મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.

સંભવિત ભારતીય પ્લેઈંગ ઈલેવન

  • રોહિત શર્મા, કેએલ રાહુલ/દીપક હુડા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી.

આ પણ વાંચો : 

IND vs PAK: ભારત-પાકની શાનદાર મેચ 23 ઓક્ટોબરે રમાશે, કેપ્ટન રોહિત આ પ્લેઇંગ-11 સાથે આવશે

આ પણ વાંચો : 

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ વોર્મ-અપ મેચ, જાણો સંભવિત પ્લેઈંગ-11

SHARE

Related stories

Latest stories