Ileana D’Cruz Falls Back In Love:ઈલિયાના ડિક્રૂઝ બ્રેકઅપના ત્રણ વર્ષ બાદ ફરી પ્રેમમાં પડી-India News Gujarat
Ileana D’Cruz Falls Back In Love: ‘બર્ફી’, ‘મૈં તેરા હીરો’ તથા ‘રુસ્તમ’ ફૅમ બોલિવૂડ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂઝ ફરી એકવાર પ્રેમમાં પડી છે. હાલમાં ઈલિયાનાએ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં તે પ્રેમી સાથે જોવા મળી હતી. ચર્ચા તો ત્યાં સુધી છે કે ઈલિયાના છેલ્લાં છ મહિનાથી આ વ્યક્તિને ડેટ કરી રહી છે.
કોને ડેટ કરે છે?
- 35 વર્ષીય ઈલિયાના બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફના ભાઈ સેબસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરતી હોવાનું માનવામાં આવે છે. 44 વર્ષીય સેબસ્ટિયન ઘણીવાર ઈલિયાનાના મુંબઈ સ્થિત ઘરે જોવા મળ્યો હતો.
- બંને લંડનમાં પણ સાથે જોવા મળ્યા હતા. સો.મીડિયામાં બંને એકબીજાને ફોલો કરે છે. સેબસ્ટિયન લંડનમાં ફર્નીચર ડિઝાઇનર છે.
કેટરીના સાથે બંને જોવા મળ્યા
- ઈલિયાનાએ હાલમાં જ એક તસવીર શૅર કરી હતી. આ તસવીર કેટરીના કૈફના બર્થડે સેલિબ્રેશનની છે. કેટરીનાનો 16 જુલાઈના રોજ બર્થડે હતો અને તેણે મિત્રો તથા પતિ વિકી કૌશલ સાથે માલદીવ્સમાં જન્મદિવસ ઉજવ્યો હતો.
- ઈલિયાનાએ શૅર કરેલી તસવીરમાં કેટ-વિકી ઉપરાંત ઈલિયાના, સેબસ્ટિયન, ઈઝાબેલ કૈફ, આનંદ તિવારી તથા મિની માથુર જોવા મળે છે. ઈલિયાના તથા સેબસ્ટિયન એક સાથે આ રીતે જોવા મળતા બંને રિલેશનશિપમાં હોવાની ચર્ચા જોરશોરથી થવા લાગી છે. જોકે, હજી સુધી બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ વાત કરી નથી.
ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર સાથે સંબંધો હતા
- ઈલિયાના આ પહેલાં ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્ર્યૂ નીબોનને ડેટ કરતી હતી. જોકે, 2019માં બંનેનું બ્રેકઅપ થયું હતું. ઈલિયાના,એન્ડ્રયૂને હબી કહીને બોલાવતી હતી.
- બંનેએ લગ્ન કરી લીધા હોવાની પણ ચર્ચા અવાર-નવાર થતી હતી. ઈલિયાના પ્રેગ્નન્ટ હોવાની વાત પણ ઘણીવાર ચર્ચાતી હતી. જોકે, ઈલિયાનાએ લગ્ન ને પ્રેગ્નન્સીની વાતને નકારી હતી.
- બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં સરી પડી હતી ઈલિયાનાએ એક ઇન્ટરવ્યૂમાં બ્રેકઅપ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે સંબંધો તૂટ્યા બાદ તે ડિપ્રેશનમાં જતી રહી હતી.
- પ્રેમ કરવો સરળ છે, પરંતુ પ્રેમ ટકાવી રાખવો મુશ્કેલ છે. ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે તેણે થેરેપિસ્ટની મદદ લીધી હતી.
અપકમિંગ પ્રોજેક્ટ્સ
- જાહેરાતોથી કરિયર શરૂ કરનારી ઈલિયાનાએ તમિળ તથા તેલુગુ ફિલ્મથી એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. બોલિવૂડમાં ઈલિયાનાએ ‘બર્ફી’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. એક્ટ્રેસ છેલ્લે 2021માં ‘ધ બિગ બુલ’માં જોવા મળી હતી.
- હવે તે ‘અનફેર એન્ડ લવલી’માં જોવા મળશે. આ ઉપરાંત તે ડિરેક્ટર શૈલેષ ગુહાની અનટાઇટલ્ડ મૂવીમાં કામ કરી રહી છે.