HomeEntertainmentHaseen Dilruba Sequel: પોતાની અદાઓથી ફરી દિલ લૂટશે ‘હસીન દિલરૂબા’, બની રહી...

Haseen Dilruba Sequel: પોતાની અદાઓથી ફરી દિલ લૂટશે ‘હસીન દિલરૂબા’, બની રહી છે તાપસી-વિક્રાંતની ફિલ્મની સિક્વલ?-India News Gujarat

Date:

Haseen Dilruba Sequel: પોતાની અદાઓથી ફરી દિલ લૂટશે ‘હસીન દિલરૂબા’, બની રહી છે તાપસી-વિક્રાંતની ફિલ્મની સિક્વલ?-India News Gujarat

Taapsee Dilruba Sequel: ગયા વર્ષે જુલાઈમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘હસીન દિલરૂબા’ને (Haseen Dilruba) દર્શકો ખૂબ જ પસંદ આવી હતી. તાપસી પન્નુ અને વિક્રાંત મેસી સ્ટાટર આ મર્ડર મિસ્ટ્રી ફિલ્મને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હતી. તેને એક પલ્પી થ્રિલર ફિલ્મ ગણાવી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી, પરંતુ ક્રિટિક્સ તરફથી તેને મિક્સ પ્રતિક્રિયા મળી. તમે વિચારતા જ હશો કે આજે આપણે આ ફિલ્મ વિશે કેમ વાત કરી રહ્યા છીએ. તો આજે તેની વાત એટલા માટે થઈ રહી છે કારણ કે ફિલ્મ જગતમાં ચર્ચા છે કે હસીન દિલરૂબાની સિક્વલ આવવાની છે. તાપસી પન્નુ (Taapsee Pannu) અને વિક્રાંત મેસી સિવાય આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણે પણ લીડ રોલમાં હતો. આ ફિલ્મની વાર્તા પ્યાર, લસ્ટ અને દગા પર આધારિત હતી.

હસીન દિલરૂબાની બની રહી છે સિક્વલ!

  • મિડના એક રિપોર્ટ મુજબ એવી ચર્ચા છે કે હસીન દિલરૂબાના મેકર્સે તેની સિક્વલની તૈયારીઓ પર કામ શરૂ કરી દીધું છે. સૂત્રોને દ્વારા મળતા રિપોર્ટમાં એવું લખવામાં આવ્યું છે કે ફિલ્મમાં રસ એટલા માટે છે કારણ કે તે ઈન્ડિયન માર્કેટમાં એવી રીતે એન્ટ્રી લીધી છે
  • જે નેટફ્લિક્સ પર અન્ય કોઈ હિન્દી ફિલ્મ કરી શકી નથી. તેની સફળતાનો શ્રેય તેની વાર્તાને આપી શકાય છે. નિર્માતાઓ અને સ્ટ્રીમિંગ દિગ્ગજો આ ફિલ્મની સિક્વલ બનાવવા પર વિચાર કરી રહ્યા છે. લેખક કનિકા ઢિલ્લોને ફિલ્મનો પહેલો પાર્ટ જ્યાંથી પૂરો થયો હતો ત્યાંથી વાર્તા પર વિચારવાનું શરૂ કર્યું છે.
  • ઓનલાઈન રિપોર્ટસ મુજબ ફિલ્મની સિક્વલ વિશે જ્યારે તાપસી પન્નુ સાથે વાત કરવામાં આવી હતી, ત્યારે તેણે તેના જવાબમાં કહ્યું હતું કે આ પોઈન્ટ પર હું શું કહી શકું, હું તેને ના પાડી શકતી નથી.

કહાની એવા બે કપલ પર આધારિત હતી જેમની વચ્ચે કોઈ મેળ ન હતો

  • આ ફિલ્મની કહાની એવા બે કપલ પર આધારિત હતી જેમની વચ્ચે કોઈ મેળ ન હતો. તાપસી અને વિક્રાંત ઘરના સભ્યોની ઈચ્છા મુજબ લગ્ન કરે છે, પરંતુ તેમના વિચારો અને ઘણી બાબતો એકબીજા સાથે મેળ ખાતી નથી. પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે તાપસી વિક્રાંતના કઝિન ભાઈને મળે છે, જે હર્ષવર્ધન રાણે દ્વારા ભજવવામાં આવે છે.
  • તાપસી પન્નુના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તેની ફિલ્મ શાબાશ મીઠુ ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. તાપસીની આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક છે, જેમાં તેના જીવનના ઘણા પાસાઓ વિશે બતાવવામાં આવશે. શ્રીજીત મુખર્જી દ્વારા નિર્દેશિત તાપસી સ્ટારર આ ફિલ્મ 15 જુલાઈના રોજ રીલિઝ થઈ રહી છે, જે દર્શકોને ખૂબ જ એનટરટેઈનમેન્ટ કરશે.

 

SHARE

Related stories

Latest stories