Scam સિરીઝની બીજી સિઝનની જાહેરાત
Scam 2003 : હર્ષદ મહેતાની સ્ટોરીની સફળતા બાદ એપોલોઝ એન્ટરટેઇનમેન્ટે તેની બહુચર્ચિત સ્કેમ ફ્રેન્ચાઇઝીની બીજી સિઝન “Scam 2003: ધ તેલગી સ્ટોરી”ની જાહેરાત કરી હતી. પહેલી સીઝનમાં બિગ બુલ હર્ષદ મહેતાની ભૂમિકા ભજવનાર પ્રતીક ગાંધી બાદ હવે ફ્રૂટ સેલર તેલગીની ભૂમિકા ભજવવા માટે પરફેક્ટ મેચ મળી ગઈ છે, જેણે બનાવટી સ્ટેમ્પ પેપર્સમાંથી સામ્રાજ્ય બનાવ્યું હતું. અબ્દુલ કરીમ તેલગીની ભૂમિકા નિભાવવા માટે એક થિયેટર કલાકાર ‘ગગન દેવ રિયાર’ તૈયાર થયો છે.India News Gujarat
સિનિયર થિયેટર આર્ટિસ્ટ ગગનદેવ રિયાર તેલગીની ભૂમિકા ભજવશે
હર્ષદ મહેતાના શેર બજાર કૌભાંડ પર આધારિત વેબ સિરીઝ Scam ના નિર્માતાઓ અબ્દૂલ કરીમ તેલગીના સ્ટેમ્પ પેપર કાંડ પર બીજી સિઝન લઈને આવી રહ્યા હોવાની વાતો ઘણા સમયથી ચર્ચાતી હતી. હવે તેની કાસ્ટની સત્તાવાર જાહેરાત થઈ છે.
- આ સીરીઝ સોની લીવ પર થશે સ્ટ્રીમીંગ
- Scam 2003 માં લીડ રોલ પર જોવા મળશે થીયેટર આર્ટીસ્ટ ગગન દેવ રિયાર
- ફ્રુટ સેલરથી લઈને મોટા કોભાંડ સુધીની સફર દર્શાવવામાં આવશે આ સીઝનમાં
સિરીઝના મેકર્સ દ્વારા જણાવાયા અનુસાર સિનિયર થિયેટર આર્ટિસ્ટ ગગનદેવ રિયારની તેલગીની ભૂમિકા માટે પસંદગી કરવામાં આવી છે. આ સિરીઝમાં સૌથી મોટો પડકાર મુખ્ય નાયકની ભૂમિકા માટે કલાકારની પસંદગીનો જ હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ Scamની પહેલી સિઝનમાં હર્ષદ મહેતાના રોલમાં પ્રતીક ગાંધીને કલ્પનાતીત સફળતા અને પ્રસિદ્ધિ સાંપડયાં હતાં. India News Gujarat
કર્ણાટકના ખાનપુરમાં જન્મેલા અને મૂળ ફળ વિક્રેતા એવા અબ્દુલ કરીમ તેલગીએ આઝાદ ભારતના સૌથી મોટા સ્ટેમ્પ પેપર Scamને અંજામ આપ્યો હતો. તેણે નકલી સ્ટેમ્પ પેપરની એક પેરેલલ વ્યવસ્થા ઊભી કરી હતી. પત્રકાર સંજય સિંહ રિપોર્ટર કી ડાયરી નામે પુસ્તકમાં સંજય તેલગીની વાત લખી છે તેના આધારે આ સિરીઝનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિઝનનું દિગ્દર્શન હંસલ મહેતા અને તુષાર હીરાનંદાની કરવાના છે. India News Gujarat
આ પણ વાંચી શકો છો: Karan Johar accused of stealing the story-કરન જોહર પર વાર્તા ચોરવાનો આક્ષેપ
આ પણ વાંચી શકો છો: Akshay Kumar Troll: યુવા અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરવા બદલ અક્ષય કુમાર ટ્રોલ થયો